Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્નની ઉંમરને લઈને પીએમ મોદીનુ મોટુ નિવેદન - છોકરીઓને વધુ તક આપવા માટે લીધો નિર્ણય

લગ્નની ઉંમરને લઈને પીએમ મોદીનુ મોટુ નિવેદન - છોકરીઓને વધુ તક આપવા માટે લીધો નિર્ણય
, સોમવાર, 27 ડિસેમ્બર 2021 (18:21 IST)
છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતા પ્રધાનમંત્રી મોદીએ હિમાચલના મંડીમાં એક મોટું નિવેદન આપ્યું છે. તાજેતરમાં સરકારે છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવા માટે લોકસભામાં બીલ રજૂ કર્યું છે. મંડી જિલ્લામાં રૂ. 11,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવાના કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારે નક્કી કર્યું છે કે છોકરીઓના લગ્નની ઉંમર છોકરીઓ જેટલી જ હોવી જોઈએ. 21 વર્ષની ઉંમરે લગ્નની ઉંમર છોકરીઓને અભ્યાસ ચાલુ રાખવાની અને કારકિર્દી બનાવવાની તક પણ આપશે
 
દેશમાં અત્યાર સુધી યુવતીઓના લગ્નની મિનિમમ એજ 18 વર્ષ હતી (Marriage Of Women From 18 To 21) પણ હવે સરકારે તેને વધારીને 21 વર્ષ કરશે. આ પ્રસ્તાવને કેબિનેટ તરફથી બુધવારે એટલે 15 ડિસેમ્બરના રોજ કેબિનેટની મંજુરી મળી ગઈ છે. કેન્દ્ર સરકાર  (Central Government)વર્તમાન કાયદામાં સંશોધન માટે સંસદમાં પ્રસ્તાવ રજુ કરશે.  જેના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ને લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. 
 
વિવાહ સાથે જોડાયેલા કાયદામાં સંશોધન કરશે સરકાર 
 
સરકાર આ કાયદાને લાગૂ કરવા માટે વર્તમાન કાયદામા સંશોધન કરવાની છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો.  તેમણે કહ્યુ હતુ કે કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે પુત્રીઓના લગ્ન યોગ્ય સમય પર થાય. 
 
હાલ વર્તમાન કાયદા મુજબ દેશમાં પુરૂષોના લગ્નની  ન્યૂનતમ વય 21 વર્ષ અને મહિલાઓની ન્યૂનતમ વય 18 વર્ષ છે. સરકાર તરફથી બાળ વિવાહ નિષેદ કાયદા અને હિન્દુ મેરેજ એક્ટમાં સંશોધન કરવાની છે. નીતિ આયોગ (Niti Ayog)માં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ આ બાબત ભલામણ કરી હતી  જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ આ બાબતે ભલામણ કરી હતી. આ કમિટીના સભ્ય નીતિ આયોગના ડો. વીકે પૉલ પણ હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 35 લાખ બાળકોનુ થશે વેક્સીનેશન