Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતથી ગભરાયુ પાકિસ્તાન, LoC પર શરૂ કરી યુદ્ધની તૈયારી, બોર્ડર પર ગામમાં વધી હલચલ

ભારતથી ગભરાયુ પાકિસ્તાન, LoC પર શરૂ કરી યુદ્ધની તૈયારી,  બોર્ડર પર ગામમાં વધી હલચલ
, શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (10:41 IST)
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત વધતા દબાણ અને ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાનએ પણ યુદ્ધને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરૂવારે નેશનલ સિક્યોરિટી કમિટી સાથે બેઠક કરી પાકિસ્તાની સેનાને ભારતની તરફથી થનારી હુમલાને લઈને તૈયાર રહેવાનુ કહ્યુ. પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત વધતા દબાણ અને ભારતની જવાબી કાર્યવાહીના ભયથી પાકિસ્તાનએ પણ યુદ્ધને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરૂવારે નેશનલ સિક્યોરિટી કમિટી સાથે બેઠક કરી પાકિસ્તાની સેનાને ભારતની તરફથી થનારી હુમલાને લઈને તૈયાર રહેવાનુ કહ્યુ. 
 
એટલુ જ નહી પાકિસ્તાન એટલુ ગભરાય ગયુ છે કે તેણે પાક અધિકૃત કાશ્મીર (PoK) અને નિયત્રણ રેખા (LoC) ની આસપાસના ગામમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. આ માટે વિશેષરૂપે એડવાઈઝરી રજુ કરવામાં આવી છે. 
 
ભારત સાથે તનાવ વધ્યા પછી પીઓકેમાં સ્થાનીક પ્રશાસને હોસ્પિટલને એક નોટિસ રજુ કરી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે જો પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ છેડાય છે કે આવી દશામાં હોસ્પિટલ મદદ માટે તૈયાર રાખે. 
 
એલઓસી પાસે આવેલ ગામને સતર્ક રહેવાનુ કહ્યુ 
 
પાકિસ્તાને ભારત સાથે જંગની તૈયારી શરૂ કરી દીધી છે. 21 ફ્બેબ્રુઆરીના રોજ પીઓકે સરરકારે એલઓસી સાથે લાગેલ નીલમ, ઝેલમ રાવલકોટ, હવેલી, કોટલી અને ભિંબરમાં  આ એડવાઈઝરી રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે તે ભારત તરફથી થનારા હુમલા માટે સતર્ક રહે. 
 
બંકર બનાવવા અને LoC પાસેના રસ્તાઓ પર ન જવાનુ કહ્યુ... 
 
પાકિસ્તાન સરકારે ભારત તરફથી થનારા હુમલાના ભયથી લોકોને સુરસિત સ્થાન પર જવા અને સમુહમાં ન રહેવાની સલાહ આપી. નોટિસ રજુ કરી પાક સરકારે લોકોને કહ્યુ છે કે તેઓ LoC ની પાસે કારણ વગર જાય નહી અને રાત્રે જરૂર હોય તો જ લાઈટ પ્રગટાવે.  આ સાથે જ એલઓસીની પાસે રહેનારા લોકો તરત એક બંકરનુ નિર્માણ કરવા માટે કહ્યુ છે. 
 
શુ ચીન કરશે પાકિસ્તાનની મદદ 
 
ઉલ્લેખનીય છે કે પુલવામાંમાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલા પછી જૈશ એ મોહમ્મદના સરગના મૌલાના મસૂદ અજહરે નવો ઓડિયો રજુ કર્યો હતો. તેમા પુલવામાં હુમલામાં જૈશની સંલિપ્તતાથી ઈંકાર કરતા પાકિસ્તાન સરકારને કહ્યુ હતુ કે તેઓ ભારતથી ગભરાય નહી કારણ કે ચીન આપણી સાથે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારત આ હંમેશાથી માંગી રહ્યુ છે કે જૈશ સરગના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવે.  પણ ચીન તેના પર હંમેશાથી અડંગો લગાવતુ આવ્યુ છે.  આવામાં સવાલ એ ઉભો થાય છે કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે તો ચીન પાકિસ્તાનની મદદ માટે આગળ આવશે કે નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

BCCI સર્જીકલ સ્ટ્રાઈક કરશે તો ICC Cricket World Cup માંથી પાકિસ્તાન થઈ જશે બહાર !!