Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharastra- પ્રસાદ ખાધા પછી 300 થી વધુ બીમાર પડ્યા

maharatstra news
, ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (10:14 IST)
-પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર 
-રસ્તા પર લોકોને બોટલો ચઢાવવામાં આવી હતી.
- ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી," 


Maharastra news- મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ કેસનો વીડિયો પણ સામે આવ્યો છે. હોસ્પિટલની બહાર રસ્તા પર ઘણા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જોવા મળે છે.
 
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાવાથી લગભગ 300 લોકો બીમાર પડ્યા હતા.
20મી ફેબ્રુઆરીના રોજ સોમથાણા ગામ, લોનાર, બુલઢાણામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા ઓછી હતી, ત્યારબાદ રસ્તા પર લોકોને બોટલો ચઢાવવામાં આવી હતી. હાલ પ્રસાદને તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
 
લગભગ 400-500 લોકોએ પ્રસાદ ખાધો હતો.
આ મામલાની માહિતી પોલીસ અને પ્રશાસનને આપવામાં આવી અને ઘટનાસ્થળે પહોંચીને પોલીસે લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા.સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બીમાર પડેલા લોકોને બીબી ગ્રામીણ હોસ્પિટલ, મેહકર ગ્રામીણ હોસ્પિટલ, લોનાર ગ્રામીણ હોસ્પિટલ, સુલતાનપુર અને કેટલીક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
"'પ્રસાદ' લગભગ 400 થી 500 લોકોમાં વહેંચવામાં આવ્યો હતો. ઘણા લોકોએ ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી," એક સ્થાનિકે જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather Update: વરસાદના બે દિવસ બાકી, જાણો આ વિસ્તારોની સ્થિતિ