Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NRC Draft Issue: અમિત શાહે વિપક્ષ પર સાધ્યુ નિશાન - વિરોધીદળને બાંગ્લાદેશી ઘુસણખોરો પ્રત્યે આટલી હમદર્દી કેમ ?

NRC Draft Issue: અમિત શાહે વિપક્ષ પર સાધ્યુ નિશાન - વિરોધીદળને બાંગ્લાદેશી ઘુસણખોરો પ્રત્યે આટલી હમદર્દી કેમ ?
નવી દિલ્હી , મંગળવાર, 31 જુલાઈ 2018 (13:54 IST)
. નેશનલ રજિસ્ટર ઓફ સિટીજંસ મતલબ (NRC) પર હંગામો થયો છે.  રસ્તાથી લઈને સંસદ સુધી વિપક્ષી દળ આ મુદ્દા પર હંગામો કરી રહ્યા છે. રાજ્યસભામાં આ મુદ્દે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અમિત શાહે કહ્યુ કે ઘુસણખોરના મુદ્દે તમારી પાસે જરૂરી પગલા ઉઠાવવાની હિમંત ક્યા હતી. આ તો એનડીએ સરકાર છે જેમણે આટલુ મોટુ પગલુ ઉઠાવ્યુ. આ જાણવુ જરૂરી છે કે છેવટે એ કયા લોકો છે જે ઘુસણખોરોને બચાવવા માંગે છે.   અસમમાં આ મુદ્દા પર જોરદાર હંગામો થયો.  યુવકોએ જીવ આપવો પડ્યો. અમિત શાહે કહ્યુ કે 1980ના મઘ્યમાં તત્કાલીન રાજીવ ગાંધી સરકારે અસમ એકોર્ડ કર્યુ.  આ એકોર્ડના મૂળમાં જ એનઆરસીની રચના હતી. આ તમારા જ વડાપ્રધાન લાવ્યા હતા, પરંતુ તમારામાં તે લાગૂ કરવાની હિમ્મત નહોતી, અમારામાં હિમ્મત છે અને અમે તે કરી રહ્યા છે. ફક્ત રાજનીતિક ફાયદા માટે દેશની સુરક્ષા સાથે રમત કરવાની પ્રવૃત્તિથી બચવાની જરૂર છે.  આ તમામ 40 લાખ લોકો માટે બૂમો પાડી રહ્યા છે, પરંતુ હું તેમને પુછવા માંગું છું કે આખરે આ લોકો કોને બચાવવા માંગે છે. શું તમે બાંગ્લાદેશી ઘૂસણખોરોને બચાવવા માંગો છો.
 
NRC મુદ્દા પર ચાલી રહેલી રાજનીતિ વચ્ચે હૈદરાબાદથી BJP ધારાસભ્ય રાજા સિંહના એક ભડકાઉ નિવેદન સામે આવ્યું છે. રાજા સિંહે કહ્યું કે, જે ગેરકાયદેસર બાંગ્લાદેશી પોતાના દેશમાં પાછા નથી ફરી રહ્યા, તેમને ગોળી મારી દેવી જોઈએ. તમને જણાવી દઈએ કે, રાજા સિંહ હૈદરાબાદની ગોશમહલ વિધાનસભાથી ધારાસભ્ય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુજફ્ફરપુર યૌન શોષણ - આરોપી બ્રજેશના એક વધુ આશ્રમમાંથી 11 યુવતીઓ ગાયબ