Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાશે

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાશે
, સોમવાર, 1 એપ્રિલ 2024 (13:11 IST)
દિલ્હીની રાઉઝ ઍવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
 
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તેમને તિહાડ જેલમાં રાખવામાં આવશે.
 
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીનું કહેવું હતું કે શરાબનીતિ સાથે જોડાયેલા કથિત ગોટાળા મામલે પૂછપરછ દરમિયાન કેજરીવાલનું વલણ સહયોગ આપનારું નહોતું.
 
ઈડીના વકીલ એસ. વી. રાજુએ કહ્યું કે કેજરીવાલે પૂછપરછ દરમિયાન સહયોગ નહોતા કરી રહ્યા એટલું જ નહીં પરંતુ તેમણે પોતાના ફોનના પાસવર્ડ પણ નહોતા આપ્યા.
 
કોર્ટ આવતા સમયે કેજરીવાલે મીડિયાને જણાવ્યું, “પીએમ મોદી જે કરી રહ્યા છે તે દેશ માટે યોગ્ય નથી.”
 
શરાબનીતિમાં(જે હવે રદ થઈ ગઈ છે.) કથિત ગોટાળા મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ઇડીએ 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ફરી ઇડીએ તેમની કસ્ટડી માગી તો તેમને 1 એપ્રિલ સુધીની કસ્ટડી આપવામાં આવી હતી. હવે કોર્ટે તેમને 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

EDited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારે ગરમી અને ગરમીના મોજા વચ્ચે યોજાશે લોકસભાની ચૂંટણી! મતદારોને હીટ વેવથી બચાવવા માટે એડવાઈઝરી જારી