Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતનુ એક એવુ શહેર જ્યા ડુંગળી-બટાકા કરતા પણ સસ્તા વેચાય છે કાજૂ !!

ભારતનુ એક એવુ શહેર જ્યા ડુંગળી-બટાકા કરતા પણ સસ્તા વેચાય છે કાજૂ !!
જામતાડા. , શનિવાર, 15 એપ્રિલ 2017 (12:47 IST)
કાજૂ ખાવા કે ખવડાવવાની વાત આવતા જ લોકો ખિસ્સા ખંખાલવા માંડે છે. આવામા કોઈ કહે કે કાજૂની કિમંત ડુંગળી-બટાકાની કિમંતથી પણ ઓછી છે તો તમે વિશ્વાસ જ નહી કરો .  મતલબ જો તમે દિલ્હીમાં 800 રૂપિયા કિલો કાજૂ ખરીદો છો તો આહીથી 1200 કિલોમીટર દૂધ ઝારખંડમાં કાજૂ ખૂબ જ સસ્તા છે.  જામતાડા જીલ્લામાં કાજૂ 10થી 20 રૂપિયા કિલો વેચાય છે. જામતાડાના નાળા નિકટ 49 એકર વિસ્તારમાં કાજૂના બગીચા છે.  બગીચામાં કામ કરનારા બાળકો અને મહિલાઓ કાજૂને ખૂબ જ સસ્તા ભાવે વેચી દે છે. કાજૂના પાકમાં ફાયદો થવાને કારણે ઘણા લોકોની આ વલણ આ તરફ વળ્યુ છે. આ બગીચા જામતાડા બ્લોક મુખ્યાલયથી ચાર કિલોમીટર દૂર છે. 
 
બગીચા બનવા પાછળ છે રસપ્રદ સ્ટોરી 
 
સૌથી રસપ્રદ વાત એ છે કે જામતાડામાં કાજૂનો આટલો મોટા પાયપર પાક માત્ર થોડા જ વર્ષોની મહેનત પછી શરૂ થઈ ગયો છે. આ વિસ્તારના લોકો બતાવે છે કે જામતાડાના પૂર્વ ઉપાયુક્ત કૃપાનંદ ઝા ને કાજૂ ખાવા ખૂબ જ ગમતા હતા. આ જ કારણે તે ઈચ્છતા હતા કે જામતાડામાં કાજૂના બગીચા બની જાય તો તે તાજા અને સસ્તા કાજૂ ખાઈ શકશે. 
 
આ જ કારણથી કૃપાનંદ ઝાએ ઓડિશામાં કાજૂની ખેતી કરનારાઓને મળ્યા. તેમણે કૃષિ વૈજ્ઞાનિકોને જામતાડાની ભૌગોલિક સ્થિતિની શોધ કરી. ત્યારબાદ અહી કાજૂની બાગવાની શરૂ કરવામાં આવી. જોતજોતામાં થોડા જ વર્ષમાં અહી કાજૂની મોટા પાયા પર ખેતી થવા માંડી. 
 
કૃપાનંદ ઝા ના અહીથી ગયા પછી નિમાઈ ચન્દ્ર ઘોષ એંડ કંપનીને ફક્ત ત્રણ લાખ રૂપિયા ચુકવીને ત્રણ વર્ષ માટે બગીચાની દેખરેખ કરવાની જવાબદારી સોંપવામાં આવી. એક અનુમાન મુજબ બગીચામાં દર વર્ષે હજારો ક્વિંટલ કાજૂ ફળે છે.  દેખરેખના અભાવમાં સ્થાનીય લોકો અને અહીથી પસાર થનારા લોકો કાજૂ તોડીને લઈ જાય છે. 
 
કાજૂની ખેતીમાં લાગેલા લોકોએ અનેકવાર રાજ્ય સરકાર પાસેથી પાક.ની સુરક્ષા માટે મદદ માંગી પણ ખાસ ધ્યાન કોઈએ આપ્યુ નથી.  ગયા વર્ષે સરકારે નાલ વિસ્તારમાં 100 હેક્ટેયર ભૂમિ પર કાજૂના છોડ લગાવવાની વાત કરી હતી.  છોડ રોપવાની બધા પ્રકારની તૈયારી વિભાગે પૂરી કરી લીધી છે. રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ કાજૂ છોડ લગાવવાની જવાબદારી જીલ્લા કૃષિ વિભાગને આપવામાં આવી.  પણ અત્યાર સુધી તેના પર કામ શરૂ થઈ શક્યુ નથી. 
 
સરકારે વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે અહી કાજૂના બગીચા વધારવા અને તેને યોગ્ય ભાવ અપાવવાનુ વચન આપી રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વીડિયોમાં સેનાની જીપ પર બંધાયેલ દેખાય રહેલ વ્યક્તિ આવ્યો સામે, સુનાવી આપબીતી