Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામગોપાલ વર્માની આઈસ્ક્રીમ

રામગોપાલ વર્માની આઈસ્ક્રીમ
, બુધવાર, 8 ઑક્ટોબર 2014 (14:06 IST)
મુંબઈ એક સમય હતો જ્યારે રામગોપાલ વર્માને વનમેન ઈંન્સ્ટ્રી માનવામાં આવતો હતો . તેની પ્રોડક્શન કંપનીનું નામ પણ ફેકટરી હતું. આ ફેકટરી સાથે સંકળાયેલા લોકો પછી તે રામગોપાલ વર્મા હોય કે દિબાકર બેનર્જી તમામ ટેલેંટનો ખજાનો હતો. ચેલા આગળ વધી ગયા અને રામગોપાલ વર્મા તેમની પોતાની જ ફોર્મ્યુલામાં ફસાઈ ગયા. જેના પરિણામે સત્યા ,કંપની અને સરકાર જેવી  ફિલ્મો બનાવનાર રામૂ એક પ્રકારની ફિલ્મો પૂરતા જ મર્યાદીત થઈ ગયા. 
 
હકીકતમાં રામૂ બોલીવુડમાં આવ્યાને એક દાયકાથી  વધુ સમય થઈ ગયો છે. આવા સમયે પ્રશ્ન ઉદભવે કે રામૂ વિવાદાસ્પદ ટ્વિટ કરતા ઉપરાંત શું કરી રહ્યા છે.રામૂ હાલમાં આઈસ્ક્રીમ  આઈસ્ક્રીમ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. 
 
રામગોપાલ વર્માએ તેલુગુ ભાષામાં આ નામે એક ઈરોકિટ થ્રિલર ફિલ્મ બનાવી હતી.  19 સપ્ટેમબરના રોજ રામગોપાલ વર્મા આ ફિલ્મની આઈસક્રીમ 2 લઈને દર્શકોને ડરનો ડોઝ આપવા આવી રહ્યા છે. 
 
ફિલ્મ આઈસ્ક્રીમ 2 દ્વ્રારા રામગોપાલ વર્મા એક નવી અભિનેત્રી નવીને બોલ્ડ અંદાજમાં રજૂ કરી રહ્યા છે. આ ઉપરાંત ફિલમના ચક્રવર્તી લીડ રોલમાં છે. ફિલ્મનું ગીત કિસમી એવરી વ્હેર પોતાના કામુક અંદાજના કારણે હાલમાં ચર્ચામાં છે.   

Share this Story:

Follow Webdunia gujarati