Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંચતંત્રની વાર્તા- લોભી મિઠાઈ વાળો

panchtantra story in gujarati
, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (15:17 IST)
Story of Panchatantra- દિનપુર ગામડામાં સોહન નામનો એક હલવાઈ રહેતો હતો. તે ખૂબ સરસ અને સ્વાદિષ્ટ મિઠાઈઓ બનાવવા માટે પ્રખ્યાત હતા. આ કારણે તેમની દુકાન આખા ગામમા પ્રખ્યાત હતી. આખુ ગામ તેની જ દુકાનથી 
 
મિઠાઈ ખરીદતો હતો.  તે અને તેની પત્ની સાથે મળીને શુદ્ધ દેશી ઘીમાં મીઠાઈ બનાવતા હતા. તેથી મિઠાઈઓ સારી અને સ્વાદિષ્ટ બનતી હતી. દરરોજ સાંજ થતા સુધી તેમની બધી મિઠાઈ વેચાઈ જતી હતી અને તે સારો ફાયદો પણ કમાવી લેતો હતો. 
 
મિઠાઈઓથી જેમ જ આવક વધવા લાગી સોહનના મનમાં પૈસા કમાવવાના લોભ આવવા લાગી ગયુ. તે આ લાલચના કારણે તેણે એક યુક્તિ આવી. તે શહેર ગયો અને ત્યાંથી એક ચુંબકના ટુકડા લઈને આવી ગયો. તે ટુકડા તેણે તેમના ત્રાજવુંના નીચે લગાવી દીધું. 
 
તે પછી એક નવો ગ્રાહક આવ્યો, જેણે સોહનની પાસેથી એક કિલો જલેબી ખરીદી. આ વખતે ત્રાજવુંમાં ચુંબક લગાવવાના કારણે સોહનને વધારે ફાયદો થયો. તેણે તેમની આ યુક્તિના વિશે તેમની પત્નીને પણ જણાવ્યુ. પણ તેમની પત્નીને સોહનની આ યુક્તિ સારી ન લાગી. તેણે સોહનને સમજાવ્યુ કે તે તેમના ગ્રાહકોની સાથે આ કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન કરવી જોઈએ, પરંતુ સોહને તેની પત્નીનું બિલકુલ સાંભળ્યું નહીં.
 
તે દરરોજ ત્રાજવુના નીચે ચુંબક લગાવીને તેમના ગ્રાહકોને છેતરવા લાગ્યો. તેનાથી તેમના ફાયદો વધીને ઘણા ગણુ વધી ગયુ. તેનાથી સોહનને ખૂબ ખુશી થઈ. એક દિવસ સોહનની દુકાન પર રવિ નામનો એક છોકરો આવ્યો. તેણે સોહનહી બે કિલો જલેબી ખરીદી. સોહને પણ ચુંબક લાગેલા ત્રાજવુંથી તોળીને જલેબી આપી દીધા. 
 
રવિજે જેમ જલેબી ઉઠાવી તેને લાગ્યુ કે જલેબીનો વજન બે કિલોથી ઓછુ છે. તેથી તેમની શંકા દૂર કરવા માટે સોહનએ ફરીથી જલેબી તોળવા માટે કહ્યુ રવિની વાત સાંભળીને સોહન ખિંચાઈ ગયો તેણે કહ્યુ "મારી પાસે ફાલતૂ સમય નથી કે હું વાર-વાર તારી જલેબી જ તોળતો રહું" આટલુ કહીને તેણે રવિને ત્યાંથી જવા માટે કહ્યુ. 
 
સોહન મિઠા વાળાની વાત સાંભળ્યા પછી રવિ જલેબી લઈને ત્યાંથી દૂર ચાલી ગયો. તે એક બીજી દુકાન પર ગયો અને ત્યાં બેસેલા મિઠાઈ વાળાના દુકાનદારથી તેમની જલેબી તોળવા માટે કહ્યુ. જ્યારે બીજા દુકાનદારએ જલેબી તોળી, તો જલેબી માત્ર દોઢ જ કિલો નિકળી. હવે તેને શંકા વિશ્વાસમાં બદલી ગયુ. તેને ખબર પડી ગઈ કે સોહન મિઠાઈ વાળાના ત્રાજવુમા કઈક ગડબડ છે. 
 
હવે તેને ત્રાજવુંની ગડબડને સામે લાવા માટે પોતે એક ત્રાજવું ખરીદ્યુ અને તેને લઈ જઈને સોહન મિઠાઈ વાળાની દુકાનની પાસે જ મૂકી દીધું. ત્યારબાદ રવિએ તેના ગામના તમામ લોકોને ત્યાં ભેગા કરવાનું શરૂ કર્યું. લોકોની ભીડ વધતા જ તેણે ગામના લોકોને કહ્યું કે આજે હું તમને બધાને જાદુ બતાવીશ.આ જાદુ જોવા માટે, તમારે સોહન મીઠાઈવાળા  
 
પાસેથી ખરીદેલા માલનું આ ત્રાજવુંમાં એકવાર વજન કરવું પડશે. પછી તમે જોશો કે સોહન મીઠાઈવાળાના ત્રાજવામાં તોળેલી મિઠાઈ આ બીજા ત્રાજવુંમાં આપોઆપ ઘટી જાય છે. થોડીવાર પછી એક્-બે લોકો મિઠાઈ લઈને રવિની પાસે પહોંચ્યા, તો તેણે આ કરીને બતાવ્યું. આ પછી, સોહનની દુકાનમાંથી મીઠાઈઓ ખરીદનાર દરેક વ્યક્તિએ રવિના ત્રાજવુ પર તેનું વજન કર્યું.
 
દરેકની મીઠાઈ 250 ગ્રામથી અડધો કિલોથી ઓછી નીકળી. આ બધું જોઈને લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા.પોતાની દુકાનની પાસે આ બધુ થતુ જોઈ સોહન મિઠાઈવાળા રવિથી ઝગડો કરવા લાગ્યો. તેણે લોકોને જણાવ્યુ કે રવિ આ બધુ નાટક કરી રહ્યો છે. તેમની વાત સાચી કરવા માટે રવિ સીધા સોહન મિઠાઈ વાળાના ત્રાજવુ લઈને આવ્યુ અને ત્રાજવામાં લાગેલી ચુંબક નિકાળીને બધાને દેખાડી. 
 
આ જોઈને ગામના લોકોને બહુ ગુસ્સો આવ્યુ. બધાને મળીને તે લાલચી મિઠાઈ વાળાને ખૂબ માર્યો. હવે તે લાલચી મિઠાઈ વાળાએ તેમના લાલચના કારણે કરી ભૂલ પર પછતાવો થઈ રહ્યો હતો. તેણે તેમના ગામના બધા લોકોથી માફી માંગી અને વચન પણ આપ્યુ કે ભવિષ્યમાં તે આવો કોઈ છેતરપિંડી પણ નહીં કરશે. 
 
સોહનની છેતરપિંડીથી આખું ગામ ગુસ્સે થયું હતું, તેથી લોકોએ તેની દુકાને જવાનું ઓછું કર્યું. અહીં, સોહન પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ બચ્યું નથી, કારણ કે તે આખા ગામનો વિશ્વાસ ગુમાવ્યો હતો.
 
શીખામણ  - વ્યક્તિએ ક્યારેય લોભી ન હોવો જોઈએ. હંમેશા પોતાનું કામ ઈમાનદારીથી કરવાથી જ વ્યક્તિ પ્રસિદ્ધિ મેળવે છે. લોભના કારણે થોડો સમય સારો ફાયદો થઈ શકે છે, પરંતુ માન અને આત્મસન્માન બંનેમાં ઘટાડો કરે છે.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Relationship - બ્વાયફ્રેડથી લગ્ન કરવાથી પહેલા જરૂર જાણી લો તેમાં આ 4 ક્વાલિટી