Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chandra Grahan - ગ્રહણના કુપ્રભાવ રાશિ મુજબ બચવાના ઉપાય

Chandra Grahan -  ગ્રહણના કુપ્રભાવ રાશિ મુજબ બચવાના ઉપાય
, શુક્રવાર, 27 જુલાઈ 2018 (15:55 IST)
27 જુલાઈ 2018 અષાઢ શુક્લપક્ષ પૂનમના દિવસે ખંગ્રાસ ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ 27 જુલાઈ 2018 રાત 22:54 થી શરૂ થઈને 28 જુલાઈ 2018ના 3 વાગીને 59 સુધી ચાલશે. ભારત સાથે આ ચંદ્રગ્રહણ એશિયા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, હિંદ અને અટલાંટિક મહાસાગર ક્ષેત્રમાં પણ જુદા જુદા રૂપમાં જોવા મળશે. 
 
ચંદ્ર ગ્રહણનો સમય 2 કલાક 55 મિનિટનો રહેશે. 
 
ગ્રહણ સ્પર્શ - 22:54 મિનિટ 27 જુલાઈ 2018 
 
ખંગ્રાસ પ્રારંભ - 01:00 વાગ્યે 28 જુલાઈ 2018 
 
ગ્રહણ મધ્ય - 01.52 મિનિટ 28 જુલાઈ 2018 
 
ખંગ્રાસ સમાપ્ત - 02:43  મિનિટ પર 28 જુલાઈ 2018 
 
ગ્રહણ સમાપ્ત - 03:49 મિનિટ પર 28 જુલાઈ 2018 

 
સર્વપ્રથમ સંક્ષેપમાં ગ્રહણ થવાના સમય પર ચર્ચા કરી અને સમજીએ કે તેનો શુ પ્રભાવ પડશે. ગ્રહણ માસ ફળ
- ગ્રહણ અષાઢ માસમાં આવતુ હોવાને કારણે નદિઓના જળનો પ્રવાહ ઘટશે. 
 
તળાવનુ સ્તર ઓછુ થશે. કાશ્મીર અફગાનિસ્તાન અને ચીન વગેરેમાં રાજનીતિક સંકટ સાથે જન હાનિ અને ખંડ વર્ષાના સંકેત છે. 
 
ગ્રહણનુ વાર ફળ - કપાસથી બનેલ વસ્ત્ર, કપાસ, ચાંદી, મોતી, ચીની, ઘી, ચણા વગેરેમાં તેજી આવવાની શક્યતા છે. વિશ્વમાં કલાકાર ખુશ રહેશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન વિશેષ હશે. 
 
ગ્રહણનુ નક્ષત્ર ફળ - ગ્રહણ ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રમાં ઘટિત થવાનુ છે. આ નક્ષત્રના સ્વામી ક્રમશ સૂર્ય અને ચંદ્ર છે. તેથી નિયમિત કાર્ય કરનારા પાંડિત્યનુ કાર્ય કરનારા વ્યક્તિ, પ્રશાસનિક અધિકારી, ચિકિત્સક, તરલ પદાર્થના કામ કરનારા વ્યક્તિ અને સરકારને નુકશાન થવાની શક્યતા છે. 
 
ગ્રહણ યોગ ફળ - ગ્રહણ પ્રીતિ યોગમાં થવા જઈ રહ્યુ છે.  પરિવારજનો અને મિત્રો વચ્ચે તાલમેલની કમી થશે. મંત્રીમંડળમાં પણ પરસ્પર તાલમેલની કમી દેખાય શકે છે. 
 
ગ્રહણનુ રાશિ ફળ  ગ્રહણ મકર રાશિમાં ઘટિત થઈ રહ્યુ છે. શારીરિક ક્ષમતાથી કામ કરનારા મજૂર,  ખેડૂત, ચોથા વર્ગના કર્મચારી, દવા સંબંધિત કાર્ય કરનારા, મંત્ર વગેરેનો પાઠ કરનારા, કર્મકાંડ કરનારા અને માછલી  કે જળીય જીવ કે વસ્તુઓનુ કાર્ય કરનારાને નુકશાન થવાની શક્યતા છે. 
 
 
ગ્રહણનો પ્રભાવ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે 104 વર્ષ પછી ગુરૂ પૂર્ણિમા પર ખગ્રાસ ચંદ્રગ્રહણ