Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તત્વાર્થસૂત્ર

તત્વાર્થસૂત્ર
W.D

અસ્તેયવ્રતના અતિચાર

સ્તેન પ્રયોગ- કોઈને ચોરી માટે ઉકસાવવા, બીજા માણસ દ્વારા ઉકસાવવો. ચોરીના કામમાં મંજુરી આપવી.

સ્તેન આપ્તાદાન- ખાનગી પ્રેરણા વિના, ખાનગી સંમ્મતિ વિના ચોરીના માલને લઈ લેવો.

વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ- રાજ્યોના આવક-નિકાસના નિયમો, ચીજો પર લાગેલી તેમને કર વ્યવસ્થાના નિયમોનું ઉલ્લંઘન.

હીનાધિક માનોન્માન- માપ, બાટ, તાજવામાં ઓછું કરીને બધો માલ ન આપવો.

પ્રતિરૂપક વ્યવહાર- સાચાને બદલે ખોટો કે બનાવટી માલ આપવો.

અપરિગ્રહવ્રતના પરિચાર

ક્ષેત્ર અને વાસ્તુના પરિણામનો અતિક્રમ- ક્ષેત્ર એટલે કે ખેતી લાયક જમીન. વાસ્તુ એટલે કે રહેવા લાયક જમીન વગેરે. બંનેનું જે પરિણામ વિચાર્યું હોય લોભમાં આવીને તેની સીમા પાર કરી જવી.

હિરણ્ય અને સુવર્ણના પરિણામનો અતિક્રમ - સોના-ચાંદીના પરિણામ લેતી વખતે તેની જે સીમા બનાવી હોય તેને પાર કરી જવી.

ધન-ધાન્યના પરિણામનો અતિક્રમ - ગાય-ભેસ ધન અને ધાન્ય રાખવાનું વ્રત લેતી વખતે જે સીમા બાંધી હોય તેને પાર કરી જવી.

દાસ-દાસીના પરિણામનો અતિક્રમ - દાસ-દાસી વગેરેની સંખ્યા માટે જે વ્રતનો સમયની જે મર્યાદા રાખી હોય તેને પાર કરી જવી.

કુપ્યના પરિણામનો અતિક્રમ- કપડાં, વાસણ વગેરે માટે વ્રતના સમયે જે સીમા રાખી હોય તેને પાર કરી જવી.

દાન-ધર્મના ચાર અંગ

अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम्‌।

અનુગ્રહ માટે પોતની વસ્તુને ત્યાગ કરવાનું નામ છે દાન.

विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः।

વિધિ, દેયવસ્તુ અને ગ્રાહકની વિશેષતાથી દાનની વિશેષતા છે. દાનનો અર્થ છે પોતાના પરસેવાની કમાણી બીજાને પ્રેમપૂર્વક અર્પણ કરવી.

દાનના ફળમાં તર-તમના ભાવની વિશેષતા હોય છે તેના ચાર અંગ છે-

વિધિની વિશેષતા- દેશ, કાળનું ઔચિત્ય રહે અને લેનારના સિદ્ધાંતમાં કોઈ બાધા ન આવે આ છે વિધિની વિશેષતા.

દ્રવ્યની વિશેષતા- દાનની વસ્તુ લેનાર માટે હિતકારી અને ઉપકારી હોય આ છે દ્રવ્યની વિશેષતા.

દાતાની વિશેષતા- દાતામાં દાન આપનારની પ્રત્યે શ્રદ્ધા હોય અને પ્રેમ હોય, પ્રસન્નતા હોય, આ છે દાતાની વિશેષતા.

પાત્રની વિશેષતા- દાન આપનાર સત્પુરૂષ માટે જાગ્રત હોય, આ છે પાત્રની વિશેષતા.

આવા દાનથી દાતાનું પણ કલ્યાણ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati