Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેયર ચેટ - એક ગજબનુંં સોશિયલ મીડિયા નેટવર્ક

શેયર ચેટ - એક ગજબનુંં સોશિયલ મીડિયા નેટવર્ક
, શુક્રવાર, 10 જૂન 2016 (18:09 IST)
પશ્ચિમમાં જ્યા સ્માર્ટફોન અને ઈંટરનેટે એકલતાને વધાર્યુ છે.  બીજી બાજુ ભારતમાં તેમણે લોકોને પરસ્પરમાં જોડ્યુ છે. મેસેજ કરવાની સિંપલ એપ જેવા વ્હોટ્સએપ મેસેજ કરવાથી વધુ સોશિયલ નેટવર્કના રૂપમાં કામ કરી રહ્યા છે. 
વ્હાટ્સએપનો ઉદ્દેશ્ય આ રીતે લોકોને જોડવાનો નહોતો પણ ભારતની સંસ્કૃતિને કારણે આ એપ આ પ્રકારનુ કામ કરવા લાગ્યો. ફેસબુક અને ટ્વિટરની પહોંચ સીમિત લોકો સુધી છે. ખાસ કરીને એવા લોકો જે ઈંટરનેટથી મોબાઈલ દ્વારા તાજેતરમાં જ જોડાયેલ છે કે જોડવાની કોશિશ કરી રહ્યા છે. લિમિટેડ ડેટા પૈકને કારણે તેનો ઉપયોગ નથી કરતા. 
 
લોકો પોતાની આસપાસના લોકો સાથે પોતાની ભાષામાં જોડાવવા માંગે છે. ભારતની મોટી વસ્તીની જરૂરિયાતોને અત્યાર સુધી સમજવામાં આવી નહોતી. આની શરૂઆત શેયરચેટના આવ્યા પછી થઈ. 
 
શેયરચૈટ એક અનોખુ સોશિયલ મીડિયા નેટવર્ક ભારતની વિવિધ ભાષાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જેમા હિન્દી, મરાઠી, મલયાલમ અને તેલુગુનો સમાવેશ છે. 
 
શેયરચેટ એક મિલિયન ડાઉનલોડની નિકટ છે અને તેના અડધા મિલિયન એક્ટિવ યૂઝર છે.  તે દર અઠવાડિયે 15 ટકાના દરથી વધી રહ્યુ છે. શેયરચેટની શરૂઆત ત્રણ આઈઆઈટી વિદ્યાર્થીઓ ફરીદ અહસાન, ભાનુ સિંહ અને અંકુશ સચદેવાએ 2015માં કરી હતી. 
 
આ ત્રણેયે સામાન્ય લોકોની જરૂરિયાતોને સમજી અને તેમને માટે સંવાદને સરળ બનાવ્યા. દેશમાં ત્રણ પ્રકારના લોકો છે. પહેલા જેમા શ્રીમંત ઈંટરનેટનો ઉપયોગ કરનારા 30-40 મિલિયન યુઝર્સ છે. બીજા 100-150 મિલિયન લોકોની વસ્તી જે પોતાન સ્માર્ટફોનથી ઈંટરનેટ ચલાવે છે. ત્રીજી પૂરી એક બિલિયન જનતા છે જે ઈંટરનેટને વધુ જાણતી નથી. 
 
મોટાભાગના લોકો લોકલ ભાષામાં વાતચીત (મેસેજીંગ) કરવા માંગે છે.  આ લોકોને ગૂગલના પ્લેસ્ટોરની સમજ પણ છે. તેમની જરૂરિયાતો પૂર્ણ કરવી શેયરચેટએ જરૂરી સમજ્યુ. 
 
શેયરચેટ દ્વારા યૂઝર એક બીજાને ફોલો કરી શકે છે. પોતાની ભાષામાં કંટેટ શોધી શકે છે અને બનાવી પણ શકે છે અને તેને શેયર પણ કરી શકે છે. શેયરચેટને શરૂઆત એક ફન એપના રૂપમાં થઈ  હતી. આ એક પૂર્ણ સોશિયલ મીડિયા બનવા તૈયાર થઈ ચુક્યુ છે. તેની ઝડપી સફળતા આ વાતનો પુરાવો છે કે યુઝર્સ આ પ્રકારના એપની રાહ જોઈ રહ્યા હતા. 
 
આ તાજેતરમાં જ એ 6 એપમાં સામેલ હતુ જેને ગૂગલ લાંચપૈડ એક્સલેરેટર પ્રોગ્રામ માટે બોલાવ્યા હતા. શેયરચેટ ભારત માટે એવુ હશે જેવુ પશ્ચિમ માટે ટ્વિટર છે. આ સાચા શબ્દોમાં ભારતીય ફેસબુક છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંકરસિંહ વાઘેલાએ હાર્દીકને પત્ર લખ્યો