Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsapp યૂઝર્સને મળ્યો મહત્વપૂર્ણ સિક્યોરિટી ફીચર, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ

Whatsapp યૂઝર્સને મળ્યો મહત્વપૂર્ણ સિક્યોરિટી ફીચર, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ
, સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (18:07 IST)
Whatsapp's new security feature. મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપે નવો સિક્યોરિટી ફીચર શરૂ કર્યો છે. કંપનીએ ટચ આઈડી અને ફેસ આઈડી લોંચ કર્યો છે. જેનાથી અજાણ્યા લોકો ફોન અનલોક રહેતા પર્સનલ મેસેજ નહી જોઈ શકે.  વોટ્સએપે આ ફીક હર ગયા અઠવાડિયે લોંચ કર્યો હતો અને તેને વર્જન 2.19.20 હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો 
 
આઈફોન પર આ ફીચર મેળવવા ઈનેબલ કરાઅ માટે સૌથી જરૂરી છે કે યૂઝર્સનો વોટ્સએપ લેટેસ્ટ વર્ઝનનો હોય. સેટિંગ્સમાં હેલ્પનો વિકલ્પ પર જઈને આ વિશે જાણી શકાય છે. હેલ્પ પર ક્લિક કર્યા પછી સૌથી ઉપર વર્ઝન લખેલુ આવશે. ધ્યાન રાખો કે આ સિક્યોરિટી ફીચરને મેળવવા માટે 2.19.20 કે તેનાથી ઉપરનુ વર્ઝન હોવુ જોઈએ. 
 
આમ તો આ ફીચર આઈફોન 5s અને ત્યારબાદના બધા આઈફોંસ પર કામ કરશે. બીજી બાજુ iOS 9  અને તેની ઉપરના વર્ઝન પર પણ તેને ચલાવી શકાશે. જો કે એડ્રોયડ પર આ ફીચર શરૂ નથી થયુ.  રિપોર્ટ્સ મુજબ હાલ તેના પર કામ ચાલુ છે. આશા છે કે થોડાક જ સમયમાં આ પ્લેટફોર્મ પર પણ તેને શરૂ કરવામા6 આવશે. પણ વર્તમાન સમયમાં ફક્ત એપ્પલ યૂઝર્સ જ તેનો લાભ લઈ શક્યા છે. 
 
આ સિક્યોરિટી ફીચરનો ઉપયોગ આ રીતે કરો 
 
1. સૌ પહેલા વોટ્સએપની સેટિંગ્સમા જાવ 
2. ત્યા તમને એકાઉંટ નો વિકલ્પ મળશે જ્યારબાદ પ્રાઈવેસીને પસંદ કરો 
3. હવે સ્ક્રીન લોકના ઓપ્શન પર ક્લિક કરવુ પડશે 
4. પછી ટચ આઈડી અને ફેસ આઈડીના વિકલ્પને અનલૉક કરો 
5. યૂઝરને ત્યારબાદ બતાવાશે કે ફોન સ્ક્રીન કેટલી વારમાં લૉક થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

10મુ પાસ માટે સરકારીનોકરી કરવાની તક, Post Office માં થઈ રહી છે ભરતી