Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળાષ્ટક 5 માર્ચથી, શુભ કાર્યો પર રોક

હોળાષ્ટક 5 માર્ચથી, શુભ કાર્યો પર રોક
, ગુરુવાર, 2 માર્ચ 2017 (15:02 IST)
ધાર્મિક પુરાણોની માનીએ તો ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના 8 દિવસોને હોળાષ્ટક કહેવાય છે. આ હોળાષ્ટક દોષ 8 દિવસો સુધી રહે છે. આ સમયે 5 માર્ચથી હોળાષ્ટક લાગી જશે, જે 12 માર્ચ સુધી રહેશે. 
આ સમયે હોળી 13 માર્ચ, સોમવારે છે અને તેના તરતબાદ ખરમાસની શરૂઆત થઈ જશે. 14 માર્ચથી ખરમાસ શરૂ થઈ જશે, જે 14 અપ્રેલ સુધી રહેશે. તેનાથી 40 દિવસોની શરૂઆત, લગ્ન, નવા ઘરમાં ગૃહપ્રવેશ વગેરેની શરૂઆત 16 અપ્રેલથી થશે. 
 
શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય(હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના 16 સંસકારો વર્જિત માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
 
દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
 
આ રીતે  હોળાષ્ટકને જ્યોતિષની દ્ર્ષ્ટિએ એક હોળાષ્ટક દોષ ગણાય છે જેમાં લગ્ન, ગર્ભાધાન, ગૃહ-પ્રવેશ નિર્માણ વગેરે શુભ કાર્ય વર્જિત છે. 
 
ધાર્મિક પુરાણોની માનીએ તો ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના 8 દિવસોને હોળાષ્ટક કહેવાય છે. આ હોળાષ્ટક દોષ 8 દિવસો સુધી રહે છે. આ સમયે 5 માર્ચથી હોળાષ્ટક લાગી જશે, જે 12 માર્ચ સુધી રહેશે. 
આ સમયે હોળી 13 માર્ચ, સોમવારે છે અને તેના તરતબાદ ખરમાસની શરૂઆત થઈ જશે. 14 માર્ચથી ખરમાસ શરૂ થઈ જશે, જે 14 અપ્રેલ સુધી રહેશે. તેનાથી 40 દિવસોની શરૂઆત, લગ્ન, નવા ઘરમાં ગૃહપ્રવેશ વગેરેની શરૂઆત 16 અપ્રેલથી થશે. 
 
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરીક્ષાથી ન ગભરાવો, માત્ર અજમાવો આ સરળ ઉપાય ...