Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિષ્ણુ

વિષ્ણુ

પરૂન શર્મા

, રવિવાર, 3 જૂન 2007 (10:25 IST)
હિન્દુ પૌરાણીક પરંપરાઓ અનુસાર ભગવાન વિષ્ણુ વિશેષ મહત્વ ધરાવે છે. તેમને આ સૃષ્ટીના પાલનકર્તા માનવામાં આવે છે. એવું મનાય છે કે ભગવાન વિષ્ણુએ જ આ સૃષ્ટીના ભારને પોતાના શેષનાગની ફેણ પર ધર્યો છે.

ભગવાન વિષ્ણુના દશ અવતાર છે એવો હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ છે. તેમાંથી ભગવાન રામનો અવતાર આ સૃષ્ટીમાં મર્યાદા પુરૂષોત્તમ તરીકે પૂજાય છે ભગવાન રામસમા સંયમી અને ધર્મની રક્ષા કાજે સમર્પિત પુરૂષનું ઉદાહરણ મળવું અશક્ય છે. તે જ રીતે ભગવાન કૃષ્ણના અવતારને પૂર્ણ પુરૂષોત્તમ તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણ સ્વરૂપે તેમની જીવનલીલાઓએ આદિકાળથી લઈને વર્તમાન સમયમાં પણ દરેક વ્યક્તિમાં આસ્થા અને ભક્તિની જ્યોત પ્રગટાવી છે.

દરેક વ્યક્તિના જીવન જીવવાનો સાચો માર્ગ જે મહાન પુસ્તકમાંથી મળ્યા અને જેમાં જીવનના આદર્શ આચાર વિચારોની વાત કહેવામાં આવી છે તેવા પૂજ્ય ગીતાજીનો બોધ પણ ભગવાન શ્રી કૃષ્ણએ જ આપ્યો છે. ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર સ્વરૂપે ભક્ત પ્રહલાહની રક્ષા કરી હતી. તો તેમના બુદ્ધ અવતારે આ સૃષ્ટીને શાંતિ અને અહિંસાનો સંદેશો આપ્યો.

ભગવાન વિષ્ણુના દશ અવતારો આ પ્રમાણે છે.

(1)મત્સ્ય

(2)કચ્છપ

(3)વરાહ

(4)નરસિંહ

(5)વામન

(6)પરશુરામ

(7)રામ

(8)કૃષ્ણ

(9)બુદ્ધ

(10)કલ્કી.

Share this Story:

Follow Webdunia gujarati