Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદ્યાની દેવી મા સરસ્વતી

વિદ્યાની દેવી મા સરસ્વતી
W.DW.D

'या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिदैवै सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥'

જે કુન્દ, ચંન્દ્ર, તુષાર અને મુક્તાહાર જેવી ધવલ છે, જે શુભ વસ્ત્રોથી આવૃત્ત છે, જેના હાથ વીણારૂપી વરડંદથી શોભિત છે, જે શ્વેત પદ્મના આસન પર બિરાજમાન છે. જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો પણ નમન કરે છે, એવી નિ:શેષ જડતાને દૂર કરનાર ભગવતી સરસ્વતી મારૂ રક્ષણ કરો.

સરસ્વતીના સ્વરૂપ વર્ણનમાં જ સાચા સારસ્વત માટે માર્ગદર્શન છે. સરસ્વતી કુન્દ, તુષાર, ઇન્દુ અને મુક્તાહાર જેવી ધવલ છે, સાચો સારસ્વત પણ એવો જ હોવો જોઇએ. કુન્દ પુષ્પ સુગંધ ફેલાવે છે, ચંન્દ્ર શીતળતા આપે છે, તુષારવિન્દુ સૃષ્ટિનું સૌદર્ય વધારે છે અને મુક્તાહાર વ્યવસ્થાનો વૈભવ પ્રગટ કરે છે.

પુષ્પની સુગંધ જેવી રીતે સહજ ફેલે છે તેવી રીતે તેના જ્ઞાનની સુગંધ શાંતિ પ્રદાન કરે છે તેવી રીતે સરસ્વતીનો સાચો ઉપાસક અનેક લોકોના જીવનમાં શાંતિનો સ્ત્રોત બહાવે છે. વૃક્ષના પાન પર પડેલું ઓસબિન્દુ મોતીની શોભા ધારણ કરીને વૃક્ષના સૌદર્યને વધારે છે તેવી જ રીતે સરસ્વતીના સાચા સાધકના રૂપમાં આખા સંસારવૃક્ષની શોભા વધારે છે.

માં સરસ્વતીએ સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે તો સરસ્વતીનો ઉપાસક પણ મન, વાણી અને કર્મથી શુભ હોવો જોઈએ. સરસ્વતીના હાથ વીણા વરદંડથી શોભિત છે. વીણા સંગીતનું પ્રતિક છે. સંગીત એક કલા છે. આ દ્રષ્ટિથી જોઈએ તો સરસ્વતીનો ઉપાસક સંગીતનો પ્રેમી છે અને જીવનનો કલાકાર હોવો જોઈએ. સંગીત એટલે કે સમ્યક ગીત.

વાણીના સુર જેવી રીતે સુસંવાદિત હોય છે તેવી રીતે આપણા કાર્યો પણ જો સુસંવાદિત હશે ત્યારે જ આપના જીવનમાં સંગીત પ્રગટશે. વીણાને વરદંડ એટલે કે શ્રેષ્ઠ દંડ કહેવામાં આવે છે. દંડ જો સજાનું પ્રતિક હોય તો તેનાથી શ્રેષ્ઠ સજા બીજી શું હોઈ શકે? જેની સજામાં પણ સંગીત હોય તેવો સારસ્વત જ બીજા માણસનું હ્રદય પરિવર્તન કરી શકે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો માં શારદાને વંદન કરે છે તેમાં પણ રહસ્ય છે. માં સરસ્વતી જ્ઞાન અને ભાવનું પ્રતિક છે, આ વાત તેમના હાથમાં રહેલી પુસ્તક અને માળામાં સમજ આવે છે. પુસ્તક જ્ઞાનનું પ્રતિક છે અને માળા ભક્તિનું પ્રતિક છે. બ્રહમા, વિષ્ણુ અને મહેશ અનુક્રમમાં સર્જન, પાલન અને સંહારના દેવ છે. આ ત્રણેયને જ્ઞાન અને ભાવની જરૂરત છે.

ભાવ વિનાનું સર્જન, પાલન અને બુધ્ધિહીન સંહાર અનર્થ કરે છે. એટલા માટે કોઇ પણ કાર્યના સર્જનમાં અને તે કાર્યને ટકાવવા માટે અને તે કાર્યમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે જ્ઞાન અને ભાવ બંન્ને જરૂરી છે અને એટલા માટે કોઇ પણ મહાન કાર્ય મહાન કાર્ય કરનાર મહાપુરૂષે સરસ્વતીની વંદના કરવી જ જોઈએ.

માં સરસ્વતી આપણા જીવનની જડતાને દૂર કરે છે ફકત તે યોગ્ય અર્થમાં પણ આપણે તેમની ઉપાસના કરવી જોઈએ. સરસ્વતીનો ઉપાસક ભોગોનો ગુલામ ન હોવો જોઈએ. બીજાઓની સંપત્તિ જોઈને મનમાં અસ્વસ્થતા નિર્માણ ન થવી જોઈએ. તેને નિષ્ઠાપૂર્વક પોતાની જ્ઞાન સાધના અખંડ કરતાં રહેવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati