Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રામચંદ્ર

રામચંદ્ર

પરૂન શર્મા

, રવિવાર, 3 જૂન 2007 (10:24 IST)
ભગવાન રામચંદ્રની કથા

ભગવાન રામ એ ભગવાન વિષ્ણુનો જ અવતાર હતા. મર્યાદા પુરૂષોત્તમ તરીકે જાણીતા એવા શ્રી રામ જો એક ખ્યાતનામ યોદ્ધા હતા તો કરૂણાની મૂર્તિ પણ ખરા. રાજા જનક અને રાણી કૌશલ્યાના લાડલા પુત્ર એવા રામ અસ્ત્ર-શસ્ત્રના ઊંડા અભ્યાસુ હતુ.

મહર્ષિ વિશ્વામિત્રે તેમને અકલ્પ્ય એવા શસ્ત્રો આપ્યા હતા. તો અગત્સ્ય ઋષિએ તેમને ઘણી શક્તિઓ પ્રદાન કરી હતી. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ભાઈ તરીકે તેમણે નીભાવેલો ભ્રાતૃભાવ, સીતાના પતિ તરીકેની ભૂમિકા, રાજા જનકના આજ્ઞાંકિત પુત્ર તરીકેની ભૂમિકા અને હનુમાનજીના સ્મરણીય તરીકેની ભૂમિકા, આ બધા પાત્રોમાં તેઓ સર્વસંપન્ન સાબિત થયા અને એટલા માટે જ તેઓ મર્યાદા પુરૂષોત્તમ તરીકે પણ ઓળખાયા.

પિતાના કહેવાથી તેમણે રાજગાદીનો ત્યાગ કરીને 14 વર્ષ લાંબો વનવાસ ભોગવ્યો. તેઓ તેમના શત્રુ પ્રત્યે પણ કરૂણાભાવ દર્શાવતા. જો કે તેઓ જરૂર પડ્યે શત્રુને મારીને મોક્ષ આપવાની શક્તિ પણ ધરાવતા હતા.

તેમણે માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી. તો બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો. તે જ રીતે સીતાના સ્વયંવરમાં જે શીવ ધનુષ્યને સ્વયંવર સ્થળે લાવવા માટે પચાસ હજાર લોકોનો સહારો લેવો પડ્યો હતો. તે જ શીવ ધનુષ્યને આસાનીથી ઉપાડી લીધું હતું.
ભગવાન રામે ખર, દુષણ અને તેમના એક હજાર ભાઇઓ અને તેમના સૈન્યનો માત્ર ચૌદ મિનિટમાં એકલા હાથે નાશ કર્યો હતો. જો કે પરમ શક્તિશાળી હોવા છતા પણ ક્યારેય તેમણે તેમની શક્તિનો દુરુપયોગ કર્યો નહોતો. જેનું ઉદાહરણ સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગમાં મળે છે.

રાવણે સીતા માતાને ત્રીસ દિવસનો સમય આપતા કહ્યું હતું કે, જો સીતાજી તેની સાથે લગ્ન માટે ન માને તો રાવણ તેને મારી નાંખશે. બીજી તરફ ભરતજીએ પણ ચૌદ વર્ષના વનવાસ પછી જો રામ પરત નહી આવે તો તે પોતાની જાતની આહુતી આપી દેશે એવી પ્રતિજ્ઞા લીધી હતી.

ભગવાન રામ અને તેમની સેના જ્યારે દક્ષિણ કિનારે પહોંચી ત્યારે લગભગ ત્રીસ દિવસ જ બચ્યા હતા. આ ત્રીસ દિવસોમાં તેમને સમુદ્ર ઓળંગીને રાવણનો નાશ કર્યા બાદ સીતાને પરત લાવવાનું હતું તેમજ અયોધ્યા પરત ફરવાનું હતું. પોતાની પાસે સમય બહુ ઓછો હોવાથી લક્ષ્મણે સાગરદેવને રસ્તો આપવા સુચન કર્યુ.

આ વખતે ભગવાન રામ સમગ્ર માનવજાતિ માટે પ્રશંસનીય અને ઉદાહરણીય છે. તેમની પાસે સાગરદેવને અંકુશમાં રાખવાની સત્તા અને શક્તિ હતી પરંતુ તેમણે ત્રણ દિવસ સુધી સાગરદેવની ઉપાસના કરી તેમને મનાવવાનો પ્રયત્ન કર્યો. ત્રણ દિવસ પછી સાગરદેવને તેમની ફરજ યાદ કરાવવા માટે શ્રી રામે શસ્ત્ર ઉગામ્યુ. તરત જ સાગરદેવ ઉપસ્થિત થયા અને તેમને સાગર પાર કરવા માટેનો ઉપાય બતાવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati