Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવી દુર્ગા

દેવી દુર્ગા
, રવિવાર, 3 જૂન 2007 (09:41 IST)
દુર્ગા પાર્વતીનું બીજુ નામ છે. હિન્દુઓના શાક્ત સામ્પ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરમ શક્તિ અને સર્વોચ્ચ દેવી માનવામાં આવે છે. (શાક્ત સામ્પ્રદાય ઈશ્વરને દેવીના રુપે માને છે)

વેદોમાં તો દુર્ગાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી, પરંતુ ઉપનિષદોમાં દેવી 'ઉમા હૈમવતી' (ઉમા, હિમાલયની પુત્રી)નું વર્ણન છે. પુરાણોમાં દુર્ગાને આદિશક્તિ માનવામાં આવી છે. દુર્ગા હકીકતમાં શિવની પત્ની પાર્વતીનું એક રૂપ છે.

રાક્ષસોનો નાશ કરવા માટે દેવતાઓએ પ્રાથના કરતા પાર્વતીએ દુર્ગાનું રૂપ લીધું હતું. આમ દુર્ગાએ યુદ્ધની દેવી છે. દેવી દુર્ગાના સ્વયં કેટલાયે રૂપો છે. મુખ્ય રૂપ તેનું ગૌરી છે, અર્થાત શાંતમય, સુંદર અને શ્વેત રૂપ. તેનું સૌથી ભયાનક રુપ મહાકાળીનું છે.

વિભિન્ન રૂપોમાં દુર્ગાની ભારત અને નેપાળના કેટલાયે મંદિરો અને તીર્થસ્થાનોમાં પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો દુર્ગા મંદિરોમાં પશુબલિ ચડાવે છે. ભગવતી દુર્ગાનું વાહન સિંહ છે.

Share this Story:

Follow Webdunia gujarati