Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હનુમાન જયંતી 2021ના દિવસે બની રહ્યો સિદ્ધિ યોગ જાણો જ્યોતિષશાસ્ત્રમાં તેનો મહત્વ અને કેવી રહેશે ગ્રહ નક્ષત્રની સ્થિતિ

હનુમાન જયંતી 2021ના દિવસે બની રહ્યો સિદ્ધિ યોગ જાણો જ્યોતિષશાસ્ત્રમાં તેનો મહત્વ અને કેવી રહેશે ગ્રહ નક્ષત્રની સ્થિતિ
, શુક્રવાર, 23 એપ્રિલ 2021 (04:27 IST)
હિંદુ ધર્મમાં હનુમાન જયંતીનો ખાસ મહત્વ હોય છે. હિંદુ પંચાગ મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી ઉજવાય છે. આ વર્ષે આ તિથિ 27 એપ્રિલને પડી રહી છે. ધાર્મિક માન્યતાઓના મુજબ હનુમાન ભક્ત 
આ દિવસે હનુમાન જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. આ દિવસે મદિરોમાં હનુમાનજીની વિધિ-વિધાનથી પૂજા કરાય છે અને ભજન-કીર્તનનો આયોજન કરાય છે. પણ આ વર્ષે કોરોનાવાયર્સથી બચાવ માટે હનુમાન 
ભક્તો ઘરે જ રહીને હનુમાન જન્મોત્સવ ઉજવવો જોઈએ. આ વર્ષે હનુમાન જન્મોત્સવના દિવસે સિદ્ધિ યોગ બનવાથી તેનો મહત્વ વધુ વધી રહ્યો છે. જાણો હનુમાન જયંતી બનનાર વાળા ગ્રહ-નક્ષત્રોના વિશે
હનુમાન જયંતીના દિવસે સિદ્ધિ યોગ રાત્રે 8 વાગીને 03 મિનિટ સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં સિદ્ધિ યોગના શુભ યોગ ગણાય છે. આ સમયે શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે તેના પછી વ્યતીપાત યોગ લાગી જશે. આ 
યોગ જ્યોતિષશાસ્ત્રમાં શુભ નહી ગણાય છે. 
 
હનુમાન  જયંતીના દિવસે નક્ષત્ર 
હનુમાન જયંતીના દિવસે સ્વાતી નક્ષત્ર રાત્રે 8 વાગીને 8 મિનિટ સુધી રહેશે. તે પછી વિશાખા યોગ લાગી જશે. જ્યોતિષશાસ્ત્રમાં વિશાખા અને સ્વાતી નક્ષત્રના સમયે શુભ કાર્ય કરાય છે. આ દિવસે ચંદ્રમા તુલા અને 
સૂર્ય મેષ રાશિમાં રહેશે. 
 
હનુમાન જયંતીનો મહત્વ 
હનુમાન જયંતીના દિવસે જગ્યા-જગ્યા ભવ્ય શોભાયાત્રા નિકળે છે. ભક્ત હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરે છે. માન્યતા છે કે જે ભક્ત હનુમાનજીની શક્તિ અને દર્શન કરે છે તેના બધા દુખ દૂર થઈ 
 
જાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્ત વિધિ-વિધાનથી પૂજા કરવાની સાથે વ્રત પણ રાખે છે. 
 
હનુમાન જયંતી પર ધનથી સંકળાયેલી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય 
ધાર્મિક માન્યતાઓ મુજબ હનુમાન જયંતીન દિવસે ભક્ત નોકરી અને વ્યાપારથી ધનથી સંકળાયેલી સમસ્યાઓ માટે પણ ઉપાય કરે છે. કહેવાય છે કે આ દિવસે શુભ મૂહૂર્તમાં હનુમાનજીની આગળ ચમેલીના તેલનો 
 
દીવો પ્રગટાવો અને હનુમાનજીને ચોલા ચઢાવવો જોઈએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત હોય છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kamda ekadashi- 23 એપ્રિલને કામદા એકાદશીના દિવસે બની રહ્યા છે વૃદ્ધિ અને ધ્રુવ યોગ જાણો શું છે જ્યોતિષશાસ્ત્રમાં તેનો મહત્વ