Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઉંચકાયું: ઠંડીમાં રાહત

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઉંચકાયું: ઠંડીમાં રાહત
, સોમવાર, 28 ડિસેમ્બર 2015 (16:36 IST)
એકધારી એકાદ પખવાડિયા સુધી હાજા ગગડાવી દે તેવી ઠંડી રહ્યા બાદ આજથી તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી આસપાસ ઉંચકાયો છે અને તેના કારણે ઠંડીમાં રાહત અનુભવાઈ છે. છેલ્લા એકાદ પખવાડિયાથી કોલ્ડવેવના કારણે જકડાયેલું જનજીવન ફરી રાબેતા મુજબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહથી ટાઢાબોળ-બર્ફિલા પવન સાથે ઠંડીનો વધુ એક જોરદાર રાઉન્ડ શ થાય તેવી સંભાવના જાણકારો વ્યકત કરી રહ્યા છે.
 
રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 14.2, નલિયામાં 11.2, ભૂજમાં 14, અમરેલીમાં 11, ભાવનગરમાં 15, પોરબંદરમાં 19.5, વેરાવળમાં 18.4, દ્વારકામાં 16.6, ઓખામાં 20.9, સુરેન્દ્રનગરમાં 14.8, કંડલામાં 13.2, મહવામાં 12.6 ડિગ્રી નોંધાયું છે.
 
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરી ડબલ ડિજીટમાં આવી ગયો છે અને આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો ઉંચકાશે અને તેના કારણે ઠંડીમાં વધુ રાહત જોવા મળશે. લઘુત્તમ તાપમાનની સાથોસાથ મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચકાયો છે અને રાજકોટમાં 32.6, ભૂજમાં 30, સુરેન્દ્રનગરમાં 31.3, નલિયામાં 30.4, કંડલામાં 30, મહવામાં 31.4, વેરાવળમાં 30.2, પોરબંદરમાં 30.5 ડિગ્રી નોંધાયું છે.

Share this Story:

Follow Webdunia gujarati