Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોટરીના નામે છેતરપીડી

લોટરીના નામે છેતરપીડી
, ગુરુવાર, 16 જૂન 2016 (15:04 IST)
અમદાવાદ,
છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન લોટરીના નામ પર  આચરવામાં આવતી છેતરપીંડીના કેસમાં તીવ્ર ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે લોટરીના નામે ૧૩.૫૦ લાખની છેતરપીંડીના કેસમાં દિલ્હીમાં રહેતા મૂળ મિઝોરમની યુવતિની ધરપકડ કરી છે.
 
ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલેલી વિગત મુજબ આ યુવતિએ બ્રિટેનની એક એનજીઓના નામે લોટરીના બહાને ૧૩.૫૦ લાખની છેતરપીંડી આચરી હતી. બ્રિટેનની આ એનજીઓની અમદાવાદ સ્થિત બ્રાંચ દ્વારા આ આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ નોંધાવાઈ હતી. જેના આધારે ક્રાઈમબ્રાંચે દિલ્હી સ્થિત આ યુવતિની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચની તપાસમાં થયેલ ખુલાસા મુજબ અલમલાલી નામની આ યુવતિએ એક નાઈજેરીયન સાથે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા છે.
 
તે દિલ્હીના નાઈજેરીયનનું હબ ગણાતા ઉત્તમનગર વિસ્તારમાં રહે છે. અલમલાલી ભારતીય ભાષા જાણતી હોવાથી તેની મદદથી નાઈજેરીયન ગેંગ ઓનલાઈન લોટરીના નામે ભારતમાં છેતરપીંડીનુ રેકેટ ચલાવતા હતા. જોકે, હવે અમદાવાદ ક્રાઈમબ્રાંચે તેમને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ રીતે લોટરીની ચીટિંગની ધરપકડનો અમદાવાદમાં આ પ્રથમ કિસ્સો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં નકલી પોલીસની ધરપકડ કરી