Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં નસબંધીનું પ્રમાણ માત્ર 1 ટકા

ગુજરાતમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં નસબંધીનું પ્રમાણ માત્ર 1 ટકા
, સોમવાર, 28 ડિસેમ્બર 2015 (17:24 IST)
ગુજરાતમાં જાતિના ભેદભાવનું વધુ એક ઉદાહરણ જોવા મળે છે. ગુજરાતમાં કુટુંબ નિયોજનની જવાબદારી હજુ પણ પુરુષોના બદલે સ્ત્રીઓના શિરે જોવા મળી છે. રાજ્ય સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ પાસેથી મળેલા આંકડા મુજબ વર્ષ 2014-15માં સ્ત્રી નસબંધીના 3.45 લાખ કેસ અને પુરુષોમાં નસબંધીના માત્ર 2046 કેસ નોંધાયા છે.
 
સ્ત્રી કરતાં પુરુષોની નસબંધી પ્રમાણમાં સરળ અને બીનજોખમી છે. જયારે સ્ત્રીઓની નસબંધીની શસ્ત્રક્રિયા જટીલ, જોખમી અને ખંત માગી લે તેવી છે. તેમાં લાંબા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની પણ જર પડે છે. છતા પણ ગુજરાતમાં સ્ત્રીઓને જ નબસંધી કરવાની જવાબદારી સરકારી આંકડાઓ પરથી દેખાઈ આવે છે. પુરુષોની નસબંધીની સંખ્યા ઘટતી જઈ રહી છે તેની પાછળના ઘણા કારણો છે. પુરુષોને નસબંધી કરવા માટે એવો ડર રહે છે કે નસબંધીથી તેમનું પૌરુષત્વ ઘટી જશે. હકીકતમાં આ માન્યતા સાવ ખોટી અને બીન વૈજ્ઞાનિક છે. નસબંધી માત્ર 10 મિનિટની શસ્ત્રક્રિયા છે. માત્ર અરધા કલાકમાં જ તેપોતાના રોજીંદા કામ પર જોડાઈ શકે છે. આપણા સમાજમાં નસબંધીને નિશેધ માનવામાં આવે છે. ઉપરાંત કેટલાક પુરુષો એવું માને છે કે, નસબંધી કરવાથી તેમની શારીરિક તાકાત ઘટી જાય છે. તેથી સ્ત્રીઓ જાતે જ નસબંધી કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ નવાઈની વાત એવી છે કે, આવી માનસિકતા માત્ર દંપતીમાં છે કે, આવી માનસિકતા માત્ર દંપતીમાં જ નહીં પરંતુ કુટુંબ નિયોજનના કાર્યકરમાં પણ જોવા મળે છે. મહિલા કાર્યકરો પણ સ્ત્રીઓને જ નસબંધી કરવા સમજાવે છે. આપણા સમાજમાં આ માન્યતાના મુળ ઘણા ઉંડા છે. જાતિના ભેદભાવની આ માન્યતા દૂર કરવા દરેક દંપતીએ સ્વતંત્ર પ્રયાસો કરવા જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati