Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં શિક્ષણનો ગ્રાફ ઉપર જવાના બદલે નીચે ઉતરતો જાય છે

ગુજરાતમાં શિક્ષણનો ગ્રાફ ઉપર જવાના બદલે નીચે ઉતરતો જાય છે
, સોમવાર, 20 જાન્યુઆરી 2014 (12:10 IST)
P.R
ગુજરાતના મુખ્યષમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્રસ મોદીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. દેશમાં શિક્ષણ અને ટેકનોલોજી અંગે અપુરતી માહિતી આપવાનો મોદી પર સીધો આક્ષેપ કરવામાં આવ્યોન હતો. ગુજરાતના મુખ્યગમંત્રીના ૧૩ વર્ષના શાસનમાં ગુજરાતની સ્થિતિ અંગે હકીકત રજુ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૧૭ વર્ષના શાસનમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ૨૮માં ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં ૨૬ જીલ્લાઓમાંથી ૨૦ જીલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ગુજરાતમાં ૨૨૪ તાલુકાઓમાંથી ૩૮ ટકા તાલુકાઓ શિક્ષણ ક્ષેત્રે પછાત છે. ગુજરાતમાં ૧૧,૦૦૦ શાળાઓ એવી છે કે જેમાં એક વર્ગ ખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓના ઓરડાઓના અભાવે એક સાથે અભ્યાજસ કરવાની ફરજ પડે છે. ગુજરાતમાં ૧૬ સરકારી એન્જીકનિયરીંગ કોલેજ અને ૨૬ સરકારી પોલીટેકનીક એમ કુલ ૪૨ સંસ્થારઓમાંથી માત્ર ૭ માં જ કાયમી આચાર્ય છે. ગુજરાતમાં સરકારી/ગ્રાંટેડ આર્ટ્સપ, કોમર્સ, સાયન્સ ની કોલેજોમાં ૬૧ ટકાથી વધુ અધ્યાાપકોની અને ૬૯ ટકા વહીવટી કર્મચારીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે. ગુજરાતમાં ૧૯૯૮ પછી સરકારી અને ગ્રાન્ટેરડ કોલેજોમાં પુરા પગાર સાથે કાયમી અધ્યા.પકની એક પણ નિમણુંક કરવામાં આવી નથી. બીજી બાજુ કેન્દ્રે સરકારે શિક્ષણને મુળભૂત અધિકાર આરટીઆઈ કાયદા હેઠળ ૩૦૮૮૮ શાળાઓના બિલ્ડીંજગ, ૧૦૬૪૪ ઉચ્ચમ પ્રાથમિક શાળાના બિલ્ડીં ગ, ૬૮૮૩૮૫ વધારાના વર્ગ ખંડો, ૫૧૮૭૦૦ ટોયલેટ અને ૭૦૦૪૭૫ શિક્ષકોની મંજુરી આપી દેશમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ગ્રોસ એનરોલમેન્ટ૮ રેશીયો ૬૨.૫ ટકાથી વધારીને ૮૫.૫ ટકા સુધી લઈ જવામાં આવ્યોમ છે.

Share this Story:

Follow Webdunia gujarati