Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાની 40થી વધુ ફરિયાદો નોંઘાઈ

અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાની 40થી વધુ ફરિયાદો નોંઘાઈ
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (14:49 IST)
મેગાસિટી અમદાવાદને ભાજપના શાસકોનો ‘સ્માર્ટ સિટી’ બનાવવાના દાવા તો સમય આવ્યે સાચા-ખોટા થયેલા પુરવાર થશે. વરસાદી માહોલ માંડ પંદર-વીસ દિવસનો ગણાવી શકાય તેમ છતાં મ્યુનિ. તંત્ર અને કોન્ટ્રાકટરોની મિલી ભગતથી બનતા હલકી ગુણવત્તાના રોડના કારણે ઠેર ઠેર કાં તો રોડ બેસી ગયા છે અથવા તો નાના મોટા ભૂવા પડયા છે.

વેજલપુરમાં નવો બનેલો સોનલ સિનેમા રોડ તંત્રના મળતિયા કોન્ટ્રાકટરના કારણે સાવ ‘ડિસ્કો રોડ’ બન્યો છે, વેજલપુરનો જ બુટભવાનીવાળો રોડ, પ્રહલાદનગર રોડ, વસ્ત્રાપુર ગામ તરફ જતો રોડ, વાળિનાથ રોડ વગેરે શહેરના અન્ય પંદરથી વધુ રોડ પર તાજેતરમાં પડેલા વરસાદથી ગાબડાં પડેલા છે.

ટાગોર હોલ ખાતેના મ્યુનિ. મધ્યસ્થ કંટ્રોલ રૂમના ચોપડે હજુ અડધા ચોમાસે ચાલીસ જેટલી રોડ સેટલમેન્ટ, બ્રેક ડાઉન કે ભૂવાની ફરિયાદ નોંધાઇ છે. જે ગત વર્ષનાં ચોમાસાં કરતાં બમણી જ છે! શહેરમાં એકાદ બે દિવસના અપવાદ સિવાય ભારે વરસાદ ખાસ વરસ્યો નથી. પરંતુ નજીવા વરસાદથી શહેરીજનો ‘ભૂવાનગરી’માં ફેરવાયેલા અમદાવાદમાં રહેવા વિવશ બન્યા છે રસ્તાઓની હલકી ગુણવત્તાને કારણે નાગરિકોના જાનમાલ જોખમમાં મુકાયા છે પરંતુ શાસકો તો ‘સબ સલામત’ની ડફલી વગાડી રહ્યા છે.
ગઇ કાલે સાંજે કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. પરંતુ સ્ટેન્ડિગ કમિટીના ‘જીરો અવર’માં ભૂવાનગરીમાં પરિવર્તિત થયેલા શહેરની ન તો ચેરમેને કે ન તો અેક પણ સભ્યે ચિંતા કરી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ સભ્ય ભાજપના હોઇ વિપક્ષ કોંગ્રેસ પણ આ અંગે અખબારી નિવેદન આપ્યા સિવાય કશું કરી શકતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચોમાસામાં એટલે કે તા.૧ જૂન, ર૦૧પ થી તા.૧૬ ઓકટોબર, ર૦૧પ સુધીના સમયગાળામાં મ્યુનિ. ચોપડે રોડ સેટલમેન્ટ કહો કે બ્રેકડાઉન કે ભૂવાની ગણો પરંતુ કુલ બાવન ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આ ચોમાસામાં આવી ફરિયાદનો આંકડો સોને વટાવી જાય તેવી પૂરેપૂરી શકયતા છે. જે અમદાવાદીઓ માટે ખરેખર કમનસીબ બાબત બનશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાલુપુર રેલવે સ્ટેશન પર સેલ્ફી લેશો તો પાંચ વર્ષની સજા થશે