Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકની જેમ અચાનક જ ફોકસમાં આવ્યા જિગ્નેશ મેવાણી

હાર્દિકની જેમ અચાનક જ ફોકસમાં આવ્યા જિગ્નેશ મેવાણી
, બુધવાર, 10 ઑગસ્ટ 2016 (14:41 IST)
થોડાક મહિના પહેલા સુધી જિગ્નેશ મેવાણીને અમદાવાદની બહાર વધુ લોકો નથી ઓળખતા.  જે તેમને ઓળખતા હતા તો મુકુલ સિન્હાના સંગઠન જન સંઘર્ષ મંચને કારણે જેણે 2002માં ગુજરાતમાં થયેલ રમખાણોના પીડિતો માટે લાંબી લડાઈ લડી. 
 
આજે જિગ્નેશ દેશભરના દલિત નવયુવાનોનો ચેહરો બનીને સામે આવ્યો છે. તેમનુ સંગઠન ઉના દલિત અત્યાચાર લડત સમિતિ બસ થોડા મહિલા પહેલા અસ્તિત્વમાં આવી છે. 
webdunia
એ પણ અમદાવાથી ઉના સુધીના દલિતોની પદયાત્રાના થોડા સમય પહેલા... 
 
અમદાવાદના એચ કે આર્ટ્સ કોલેજથી અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી લીધા પછી જિગ્નેશને ડોક્યૂમેંટ્રી બનાવવામાં રસ જાગ્યો.  થોડાક જ મહિનામાં જિગ્નેશે ફિલ્મ નિર્માતા રાકેશ શર્મા સાથે મળીને સૌરાષ્ટ્રમા ખેડૂતોની આત્મહત્યા પર ડોક્યૂમેંટ્રી બનાવવાનુ કામ શરૂ કરી દીધુ. 
 
પછી એક ગુજરાતી મેગેઝીનમાં કામ કર્યા પછી તે મુકુલ સિન્હાના સંગઠન સાથે જોડાય ગયા.  સમાજ શાસ્ત્રી અચ્યુત યાગ્નિકનુ કહેવુ છેકે જે રીતે હાર્દિક પટેલ અચાનક ગુમનામીમાંથી બહાર નીકળીને પટેલોના આંદોલનને નેતૃત્વ આપ્યુ એ જ રીતે જીગ્નેશનો પણ ઉદય થયો છે. 
webdunia
જ્યારે કે આ આંદોલન પહેલા તેને કોઈ ઓળખતુ પણ નહોતુ. 
 
યાગ્નિક કહે છે કે ઉનામાં દલિતો સાથેની મારપીટ પછી શરૂ થયેલ આંદોલન નેતૃત્વ વિહિન જ ચાલી રહ્યુ હતુ. પછી આંદોલન સાથે  મોટા પાયા પર દલિત યુવકો જોડાવા લાગ્યા અને આ જ રીતે જિગ્નેશ મેવાણી પણ જોડાય ગયો. 
 
યાગ્નિક માને છે કે જિગ્નેશ ભણેલા ગણેલા દલિત યુવા પેઢીનો ચેહરો બનીને આગળ આવ્યો છે. 
 
બીજી બાજુ દલિત ચિંતક અને નાગપુર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ભાઉ લોખાંડે કહે છે કે ગુજરાતમાં શરૂ થયેલ દલિત આંદોલન એક નવા અધ્યાયની શરૂઆત છે. 
 
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે 1980ના દસકા દરમિયાન અને પહેલા દલિતોએ ગુજરાતમાં પોતાના ઉપર થઈ રહેલ અત્યાચાર વિરુદ્ધ આંદોલન ચલાવ્યુ હતુ. 
 
તેમનુ કહેવુ છે કે 1990ના દસકામાં સંઘ પરિવારે ગુજરાતને પોતાની પ્રયોગશાળા બનાવી. 
 
તેમણે કહ્યુ ગોધરા કાંડ પછી પણ દલિતોનો ઉપયોગ કરવામાં આવ્યો. પણ ઉનાની ઘટનાએ બધા સમીકરણ બદલી નાખ્યા. 
 
જિગ્નેશ મેવાણીની જીંદગીમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુકુલ સિન્હાએ અહી તેમની મુલાકાત અલ્પસંખ્યક મહિલાઓ સાથે કરી જેમના પતિ ઘરે પરત ફર્યા નહોતા. 
 
પછી જાણવા મળ્યુ કે તેમના પતિ હિરેન પંડ્યાની હત્યામાં આરોપી બનાવ્યા હતા. 
 
પોતાના સમાજ માટે તેમણે પહેલી લડાઈ ત્યારે લડી જ્યારે તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી એ દલિતો માટે જેમણે લૈડ સીલિંગ એક્ટ હેઠળ જમીન વહેંચણી તો કરવામાં આવી પણ તેનો કબજો મળ્યો નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાલચોકમાં તિરંગો ફરકાવવા જનાર 13 વર્ષની તન્ઝીમનું સીએમ ઓફિસમાં સ્વાગત