Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી સરકાર - કારગિલ શહીદોનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં નહી લઈ જાય

મોદી સરકાર - કારગિલ શહીદોનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં નહી લઈ જાય
, સોમવાર, 1 જૂન 2015 (15:32 IST)
કારગિલ યુદ્ધ દરમિયાન  પાકિસ્તાનની ધરપકડમાં નિર્દયતા પૂર્વક માર્યા ગયેલા કેપ્ટન સૌરભ કાલિયાના મોતની આંતરરાષ્ટ્રીય તપાસ કરવાની મોદી સરકારે ના પાડી છે. સરકારે સંસદમાં આની માહિતી એક પ્રશ્નના જવાબમાં આપી. જ્યારપછી આ મામલાએ જોર પકડ્યુ છે. 
 
સરકારે કહ્યુ હત કે પડોશીઓ સાથે સંબંધોને ધ્યાનમાં રાખતા આઈસીજેમાં જવુ કાયદાકીય રીતે કાયદેસર નથી. 16 વર્ષ પછી એનડીએ સરકાર પાકિસ્તાન વિરુદ્ધ ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ કરવાને લઈને ગંભીર નથી.  સરકાર સંસદમાં કહી ચુકી છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર    આ મુદ્દો ઉઠાવવો શક્ય નથી. 
 
પણ જો તમે આ વીડિયોને જોશો તો તમે સમજી જશો કે કેવી રીતે એક પાકિસ્તાની સૈનિક એ દિવસની સમગ્ર પરિસ્થિતિ જણાવી રહ્યો છે. વીડિયોમાં તેને એ કહેતા સાંભળી શકાય છે કે કેવી રીતે તેણે એ દિવસે ભરતીય  સૈનિકોના કેપ્ટન કાલિયા અને તેમના પાંચ મિત્રો પર ફાયરિંગ કર્યુ. સૈનિકનુ કહેવુ છે કે  હિન્દુસ્તાની અમારો શિકાર કરવા આવ્યા હતા અને ખુદ શિકાર થઈ ગયા. 
 
કેપ્ટન સૌરભ કાલિયાને કારગિલ યુદ્ધ દરમિયાન 1999માં પાકિસ્તાન સેનાએ બંધક બનાવી લીધો હતો અને યાતનાઓ આપીને મારી નાખ્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે સૌરભની લાશ એક ખાડામાં મળી હતી અને તેનું મોત ખરાબ વાતાવરણને કારણે થયુ. 
 
સૌરભના પિતા એનકે કાલિયા 16 વર્ષ પછી પણ પોતાના પુત્ર માટે ન્યાય માટે લડી રહ્યા છે. એનકે કાલિયા 2012માં સુપ્રીમ કોર્ટનુ વલણ કર્યુ. તેમની માંગ છે કે વિદેશ મંત્રાલય આ મામલાને ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઉઠાવે, જેથી જે પાકિસ્તાની જવાનોએ તેમના પુત્રની હત્યા કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. તેમના મુજબ યુદ્ધ દરમિયાન આ પ્રકારનો વ્યવ્હાર યુદ્ધ બંદીયો સાથે જેનેવા સમજૂતીનુ ઉલ્લંઘન છે. 

Share this Story:

Follow Webdunia gujarati