Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બુલંદશહેર ગેંગરેપ - હાઈવે પર પરિવારને બંધક બનાવી મા-પુત્રી સાથે ગેંગરેપ, અનેક વરિષ્ઠ પોલીસ કર્મચારી સસ્પેંડ

બુલંદશહેર ગેંગરેપ - હાઈવે પર પરિવારને બંધક બનાવી મા-પુત્રી સાથે ગેંગરેપ, અનેક વરિષ્ઠ પોલીસ કર્મચારી સસ્પેંડ
નવી દિલ્હી. , સોમવાર, 1 ઑગસ્ટ 2016 (10:45 IST)
ઉત્તરપ્રદેશમાં બુલંદશહેરના હાઈવેના નિકટ એક મહિલા અને તેની પુત્રી સાથે કથિત રૂપે કરવામા આવેલ ગેંગરેપ મામલે રવિવારે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે કે મુખ્ય આરોપીને પકડવા માટે 15 ટીમોને મોકલવામાં આવી છે. જેની ઓળખ થઈ ગઈ છે. મામલાને ગંભીરતાથી લેતા યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ ખૂબ સખત થઈ ગયા છે. મામલામાં અનેક પોલીસ ઓફિસરો પર રવિવારે કાર્યવાહી થઈ. એસએસપી, એસપી સીઓ અને બે ઈંસ્પેક્ટરોને આ મામલે સસ્પેંડ કરવામાં આવ્યા છે. 
 
આ પહેલા પોલીસ મહાનિદેશક જાવેદ અહમદે એક પ્રેસ કૉન્ફેંસમાં માહિતી શેર કરતા કહ્યુ કે બાવરિયા ટોળકી સાથે સંબંધ રાખનારા ત્રણ આરોપીઓની ઓળખ પીડિતો દ્વારા કરવામાં આવી ચુકી છે. તેમાથી એક આરોપી ફરીદાબાદ, એક બુલંદશહેર અને એક બઠિંડાનો રહેનારો છે. તેમણે કહ્યુ, બધા દોષીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવશે. બીજી બાજુ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેતા પોલીસને અપરાધિઓની ધરપકડ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો છે. 
 
જાવેદ અહમદના મામલાને તત્કાલ ખુલાસો કરીને દોષીઓની ધરપકડ કરવા અને મામલા સંબંધિત થાનાધ્યક્ષો અને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના પણ સખત આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારની રાત્રે નોએડાથી શાહજહાંપુર જઈ રહેલ પરિવારને દિલ્હી-કલકત્તા રાષ્ટ્રીય રાજમાર્ગ પર રોકીને 5 માણસોના સમૂહે પહેલા લૂટપાટ કરી અને પછી મા-પુત્રી સાથે સામૂહિક બળાત્કાર કર્યો.  એવુ કહેવાય રહ્યુ છે કે બદમાશોએ કારમાં બેસેલી મહિલાઓ અને પુરૂષોને હાઈવેથી થોડે દૂર ખેતરમાં લઈ જઈને બંધક બનાવ્યા. ત્યારબાદ આ લોકોના રોકડ અને ઘરેણા લૂટી લીધા અને પછી મા-પુત્રી સાથે સામૂહિક બળાત્કાર કર્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ 1.42, ડિઝલમાં 2.01નો ઘટાડો