Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મા ને ખવડાવી વિયાગ્રા, બાળકોનું મોત

મા ને ખવડાવી વિયાગ્રા, બાળકોનું મોત
, બુધવાર, 25 જુલાઈ 2018 (15:33 IST)
નીધરલેંડસમાં ગર્ભવતી મહિલાઓ પર વિયાગ્રાના ચિકિત્સીય અભ્યાસ પર 11 નવજાતના મોત પછી તરત જ રોક લગાવી દીધી છે. શોધમાં ભાગ લઈ રહેલ મહિલાઓને યૌનવર્ધક દવા વિયાગ્રા આપવામાં આવી રહી હતી.  આ શોધ એ મહિલાઓ પર કરવામાં આવી રહી હતી જેમની અંદર ગર્ભસ્થ બાળકની ગર્ભનાળ નબળી હતી. 
 
એવુ પ્રતીત થઈ રહ્યુ છે કે શરીરમાં લોહી પ્રવાહ વધારનારી આ દવાથી બાળકોના ફેફસાને ગંભીર નુકશાન થયુ છે. 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અસલમાં શુ થયુ એ સમજવા માટે વિસ્તૃત તપાસની જરૂર છે. 
 
આ પહેલા બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડમાં કરવામાં આવેલ આ પ્રકારના શોધમાં કોઈ પ્રકારના નુકશાન સામે આવ્યા નહોતા. પણ કોઈ ફાયદા થવાની પણ જાણ થઈ શકી નહોતી. 
 
નબળા ગર્ભનાલને કારણે ગર્ભસ્થ બાળકોનો વિકાસ રોકાય જવો એક ગંભીર બીમારી છે જેનો હજુ સુધી કોઈ ઈલાજ વિકસિત થઈ શક્યો નથી. આને કારણે બાળકો સમય પહેલા જન્મ લઈ લે છે. કમજોર હોવાને કારણે તેમને બચાવવાની શક્યતા પણ ઓછી રહે છે.   
 
એવી દવા જે બાળકોનુ વજન વધારી શકે કે તેમના જન્મ સમયને આગળ વધારી શકે, આ કેસમાં મદદગાર સાબિત થઈ શકે છે. 
 
ડમી દવા - શોધ દરમિયાન કુલ 93 મહિલાઓને વિયાગ્રા આપવામાં આવી જ્યારે કે 90 મહિલાઓને એક ડમી દવા આપવામાં આવી.  જન્મ પછી વીસ બાળકોને ફેફસા સાથે સંકળાયેલી બીમારી થઈ. તેમાથી ત્રણ એ બાળકો હતા જેમની મા ને ડમી દવા આપવામાં આવી હતી. જ્યારે કે બાકી બધા બીજા સમૂહની મહિલાઓના બાળકો હતા. તેમાથી 11 બાળકોના મોત થઈ ગયા. 
 
બ્રિટનમાં થયેલ આવી જ શોધમાં ભાગ લેનારા યૂનિવર્સિટી ઓફ લીવરપૂલના પ્રોફેસર જાર્કો અલ્ફિરેવિચ કહે છે કે નીધરલેંડ્સમાં થયેલ શોધના પરિણામ સમજની બહાર છે. 
 
તેઓ કહે છેકે બ્રિટન ન્યૂઝીલેંડ અને ઓસ્ટ્રેલિયામાં થયેલ આવી જ શોધમાં આ પ્રકારની જટિલતાઓ સામે નહોતી આવી તેથી તેની વિસ્તૃત તપાસ કરવાની જરૂર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mumbai bandh LIVE updates - મરાઠા આરક્ષણ આંદોલન કારીઓએ બ્લૉક કર્યું મુંબઈ ગોવા હાઈવે, મરાઠા આરક્ષણ આંદોલન થયું હિંસક