Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yoga For Heart: દિલના હેલ્ધી બનાવવા માટે 5 યોગાસન, આ કસરત કરવાથી હાર્ટ અટેકનો ખતરો રહેશે નહિવત

yoga for heart
, સોમવાર, 29 જાન્યુઆરી 2024 (12:29 IST)
yoga for heart
શુ તમે તમારા દિલના આરોગ્યને લઈને ચિંતિત છો ? તમારા દિલને સ્વસ્થ અને જવાન રાખવા માટે યોગ કરો. ઈમોશનલ તનાવના અનેક શારીરિક પ્રભાવોમાંથી એક કોર્ટિસોલ અને એડ્રેનાલાઈન જેવા રસાયણોનુ ઉત્પાદન છે. જે તમારી ધમનીઓને સંકોચી નાખે છે. જેનાથી બ્લડ પ્રેશર વધે છે. યોગમાં ઉંડા શ્વાસ લેવા અને માનસિક એકાગ્રતાના જોરથી આ તનાવને ઓછુ કરવામાં મદદ મળે છે. 
 
એક્સપર્ટ બતાવે છે કે યોગ કોઈ નવી ફિટનેસ પ્રથા નથી, જે શરીર અને મગજ માટે વિવિધ લાભ પ્રદાન કરી રહી છે. મેડિટેશન અને યોગનો નિયમિત અભ્યાસ માનસિક સ્વાસ્થ્યને વધારી શકે છે. ચિંતા અને સોજાને ઓછુ કરી શકે છે. ઈમ્યુનિટીને બૂસ્ટ કરી શકે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકે છે.  તમારા દિલના આરોગ્યને ઠીક કરવા માટે તમે વાસ્તવમાં ઈંટેસ એક્સરસાઈઝ કરવા અને પરસેવો વહેડાવવાની જરૂર નથી. આવો જાણીએ દિલને હેલ્ધી રાખવા માટે કયા યોગ કરવા જોઈએ ?  
 
સૂર્ય નમસ્કાર -  આ એક વ્યાયામનો પુરો સેટ છે જે તમારા શરીરના 99% સ્નાયુઓને મજબૂત કરે છે. આ એ લોકો માટે એક શ્રેષ્ઠ કસરત છે જે યોગ અભ્યાસ માટે રોજ 10-15 મિનિટનો સમય કાઢી શકે છે. કોઈપણ વયની વ્યક્તિ કોઈ વ્યવસાયિક યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ આનો અભ્યાસ કરી શકે છે.  
 
વૃક્ષાસન - આ એક પગવાળી સંતુલન મુદ્રાને અભ્યાસકર્તાએ ધ્યાન અને સમર્પણની જરૂર હોય છે. આ તમારા દિલના ચક્રને ખોલે છે અને તમને તમારા આત્મસન્માન પર કામ કરવામાં સક્ષમ બનાવે છે. દરરોજ સારો અનુભવ કરવા માટે તમે આ મુદ્રાનો રોજ અભ્યાસ કરી શકો છો. 
 
ઉત્કટાસન - આ તમારા બ્લડ ફ્લોને ઉત્તેજીત કરે છે અને ધીરે ધીરે તમારા દિલની ગતિ વધારે છે. લો બ્લડ પ્રેશરના દર્દી પોતાના બ્લડ ફ્લો અને સર્કુલેશનમાં સુધાર કરવા માટે આ પારંપારિક હઠ યોગનો અભ્યાસ કરી શકે છે.  આધુનિક પેઢીએ રોજના સ્કવૈટસ સાથે સુધારી લીધુ છે. પણ પારંપારિક મુદ્રાના પોતાના જુદા ફાયદા છે. સ્કવોટ તમારા ઘૂંટણ અને જાંઘના સ્નાયુઓને મજબૂત કરે છે. જ્યારે કે ઉત્કટાસન તમારા શરીરના ઉપરના ભાગ પર પણ કામ કરે છે. 
 
ભુજંગાસન - આ યોગ ખરાબ બ્લડ સર્કુલેશનનો સામનો કરી રહેલા લોકો માટે આદર્શ છે. પારંપારિક પીઠ નમાવનારા  હઠ યોગ આસન, ભુજંગાસન, મુખ્ય રૂપથી તમારા પેટના ભાગને લક્ષિત કરે છે અને બ્લડ ફ્લોને વધારે છે. ખેંચાવ છાતી, ખભા અને પેટ પર આવે છે. સાથે જ તનાવ અને થાક દૂર કરવામાં મદદ કરે છે. 
 
ચક્રાસન - આ યોગથી છાતીના સ્નાયુઓ ખેચાય છે. દિલની કાર્યપ્રણાલીમાં સુધાર થાય છે અને બ્લડ ચેનલના અવરોધ ઓછા થાય છે.  તમારા પગને જમીન પર મજબૂતીથી  ટકાવતા તમારા ધૂંટણને વાળી લો.  તમારા પગ મજબૂતીથી જમીનને અડવા જોઈએ. તમારા હાથને લો અને તેને એ રીતે મુકો કે આંગળીઓ સીધી તમારા ખભાની દિશામાં રહે. તમારા હાથ અને પગ પર દબાળ નાખતા તમારા શરીરના ઉપરી ભાગને જમીન પરથી ઉપર ઉઠાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હૃદયને મજબૂત કરવાની કસરતો