Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વજન વધારવાનો પાવડર ખાતા પહેલા જાણી લો તેના સાઈડ ઈફેક્ટ્સ

વજન વધારવાનો પાવડર ખાતા પહેલા જાણી લો તેના સાઈડ ઈફેક્ટ્સ
, મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (00:43 IST)
આ ઝડપી દિનચર્યા અને ટેકનોલોજીથી ભરપૂર જમાનામાં લોકો ફટાફટ દરેક કામ કરવા માંગે છે. વાત સિક્સ પૈક, વધતા વજનને ઓછુ કરવાની હોય કે પછી પાતળા શરીરને જાડા કરવાની લોકો કોઈપણ કામમાં રાહ જોવા માંગતા નથી. 
 
સિક્સ પૈક, બોડી, વજન વધારવાની ઈચ્છામાં તેઓ પ્રોટીન શેક કે બોડી સપ્લીમેંટ્સ લેવાનુ પણ શરૂ કરી દે છે. પણ કદાચ તેઓ તેનાથી થનારી સાઈડ ઈફેક્ટ્સ વિશે નથી જાણતા. એક્સરસાઈઝ, વર્કઆઉટ અને યોગથી આપણ શરીરને કોઈ નુકશાન થતુ નથી.  પણ ખોટી વસ્તુઓથી બોડી બનાવવાથી આપણે વિવિધ પ્રકારની બીમારીઓને જાતે જ આમંત્રણ આપીએ છીએ, જે યોગ્ય નથી. 
 
કેમ લઈએ છીએ વજન વધારનારો પાવડર ? 
 
આપણા શરીરને વિટામિન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઈબર જો યોગ્ય પ્રમાણમાં મળી જાય તો આપણુ શરીર તંદુરસ્ત રહી શકે છે. પણ બગડતી લાઈફસ્ટાઈલ, વર્કઆઉટ ન કરવુ નએ સંપૂર્ણ આહાર ન લેવાને કારણે જ લોકો વજન વધારનારો પાવડર લેવા માંડે છે. આજે અમે તમને બતાવીએ છીએ કે વજન વધારનારો પાવડર લેવાથી આપણા શરીરમાં કેવા પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. 
 
1. કિડની સ્ટોન - વજન વધારનારો પાવડર લેવાથી કિડનીનું સંકટ ઉભુ થાય છે. ક્રિએટીન અને કેલ્શિયમ વધુ માત્રામાં લેવાથી કિડનીની પથરીની પણ સમસ્યા થઈ શકે છે. આ સાથે જ જો તમારા શરીરના હાર્મોન્સ અતિસંવેદનશીલ છે તો આ ઘાતક સાબિત થઈ શકે છે. 
 
2. આંતરડાની સમસ્યા - આ પાવડરથી આંતરડાની સમસ્યા પણ થવી સામાન્ય વાત છે. આ વાતો તો સાબિત પણ થઈ ચુકી છેકે વજન વધારનારો પાવડર એક ઉત્પ્રેરક છે. પણ વધુમાં વધુ પાણી પીવાથી તેના ખરાબ પરિણામોથી બચી શકાય છે.  જો પાવડર સાથે આલ્કોહલનુ પણ સેવન કરવામાં આવે તો એ ખતરનાક બની શકે છે. 
 
3. શ્વાસની સમસ્યા - આ શ્વાસ સંબંધી પરેશાની પણ બની શકે છે. ક્યારેક ક્યારેક કફની સમસ્યા પણ સામે આવે છે. પણ સમસ્યાના વધુ ગંભીર થવા પર  અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે. જો તમને અગાઉથી જ શ્વાસની સમસ્યા છે તો કોઈ પણ સપ્લીમેંટ્સ લેતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. 
 
4. ઉલટી જેવુ થવુ કે ડાયેરિયા - આમ તો આ બધુ થવુ ખૂબ જ સામાન્ય છે. પણ જો આ સમસ્યા પાવડર ખાધા પછી વારેઘડીએ થાય છે તો સમજી લો કે તેનુ કારણ વજન વધારનારો પાવડર છે. કારણ કે આ પેટમાં સારી રીતે ઓગળી નથી શકતો. જેનાથી આ સમસ્યા થવા માંડે છે. 

Share this Story:

Follow Webdunia gujarati