Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે પાકિસ્તાનનું કર્યું ચિરહરણ

ભારતે પાકિસ્તાનનું કર્યું ચિરહરણ

દિપક ખંડાગલે

, મંગળવાર, 25 સપ્ટેમ્બર 2007 (03:18 IST)
ભારતીય ટીમે ટ્વેન્ટી-20 વિશ્વકપમાં જીત મેળવી ગર્વથી ભારતનું માથું ઉચું કરી દિધું છે. ભારતીય બેસ્ટમેનો સાથે-સાથે ભારતીય બોલરોએ કદમ-કદમથી મેળવી ટીમ એકતા સાથે જીત અપવામાં પૂરતો ભાગ ભજવ્યો હતો. ભારતીય ટીમે પાકિસ્તાનને લીગ મેચમાં બોલ આઉટમાં હરાવ્યાં બાદ ફરી એકવાર બંને ટીમો સામે-સામે ટકરાઇ હતી અને આ વખતે ભારતીય બેસ્ટમેનો તથા ભારતીય બોલરોએ પાકિસ્તાનની ટીમના ચિરહરણ કર્યાં હતાં.

આખા દેશમાં વગર દિવાળીએ દિવાળી જેવું વાતારવરણ છવાઇ ગયું હતું. ભારતીય ટીમ આ ઐતિહાસિક જીતનો આનંદ દરેક ક્રિકેટ પ્રેમીએ ઉઠાવ્યો હતો. ફરી એકવાર 24 વર્ષ બાદ આ નજારો જોવા મળ્યો આજથી 24 વર્ષ પહેલાં આવી જ સ્થિતી સર્જાય હતી જેમાં 1986માં શારજહાં ખાતે રમાયેલ "ઓસ્ટ્રેલિયા-એશિયા" કપના ફાઇનલ મેચમાં પાકિસ્તાનને જીત માટે એક બોલમાં ચાર રનની જરૂર હતી અને ચેતન શર્માએ ફૂલટોસ બોલ ફેક્યો અને જાવેદ મિયાંદાદે લેગ સાઇડમાં છગ્ગો ફટકારી પાકિસ્તાનને જીત અપાવી હતી.

આજે આ સ્થિતીનો સામનો ચેતન શર્માના સ્થાને જોગિન્દર શર્માને કરવાનો હતો.જોગિન્દર શર્માએ પ્રથમ બોલ વાઇડ ફેક્યોં હતો ત્યાર બાદ બીજો બોલ ફૂલ ટોસ નાખ્યો હતો અને તેનો લાભ પાકિસ્તાની બેસ્ટમેન મિસબાહ-ઉલ-હકે છગ્ગો ફટકર્યો હતો, અને લોકોના દિલોની ધડકનો વધી ગઇ હતી અને મેચ અત્યંત રોમાંચક સ્થિતીમાં આવી ગઇ હતી. પાકિસ્તાનને ચાર બોલમાં છ રનની જરૂર હતી.

અંતિમ ઓવરના ત્રીજા બોલે મિસબાહ-ઉલ-હક રિવર્સ શોટ લગાવવા જતાં શ્રીશાંતે કેચ ઝડપી લીધો હતો. અને તેની ભારતે પોતાનો ત્રિરંગો ફરકાવી ટ્વેન્ટી-20 વિશ્વકપનો સરતાજ પહેરી લીધો.

Share this Story:

Follow Webdunia gujarati