Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

39 હજાર કરોડ રૂપિયાના દેવા માટે મોદી જવાબદાર - વીડિયોકોન

39 હજાર કરોડ રૂપિયાના દેવા માટે મોદી જવાબદાર - વીડિયોકોન
, બુધવાર, 13 જૂન 2018 (12:22 IST)
કર્જમાં ડૂબેલી વીડિયોકોન ગ્રુપે પોતાની ઉપર 39 હજાર કરોડ રૂપિયાના દેવા મટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિને જવાબદાર ઠેરવી છે. એટલુ જ નહી ગ્રુપે પીએમ મોદી ઉપરાંત દેશના સુપ્રીમ કોર્ટ અને બ્રાઝીલને પણ તેમા ઘસેટ્યુ છે.  
બ્લૂમબર્ગની એક રિપોર્ટ મુજબ કંજ્યૂમર અપ્લાયંસેસ મેકર કંપની વીડિયોકોને પોતાના ભારે ભરકમ લોન માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે. વીડિયોકોને પોતાના ઉપર થયેલ કર્જ માટે પીએમ મોદી તરફથી નોટબંધીની જાહેરાત કરવને મહત્વની બતાવી છે. 
 
આ રીતે ઠપ થયો વેપાર 
 
વીડિયોકોન તરફથી કહેવામાં આવ્યુ છે કે નવેમ્બર 2016માં પીએમ મોદીના નોટબંધીનો નિર્ણયથી કૈથોડ રે ટ્યૂબ (CRT) ટેલીવિઝન્સ બનાવવા માટે જે સપ્લાય થતી હતી. તે સંપૂર્ણ રીતે ઠપ પડી ગઈ. આ કારણે કંપનીને ઘણુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. કંપનીને પોતાનો વેપાર બંધ કરવો પડ્યો. 
 
બ્રાઝીલને પણ ધેર્યુ 
 
બીજી બાજુ બ્રાઝીલને લઈને વીડિયોકોને કહ્યુ છે કે બ્રાઝીલમાં આ કંપનીના તેલ અને ગેસનો વેપાર લાલફીતાશાહીને કારણે ડૂબવાની કગાર પર છે.  સુપ્રીમ કોર્ટને લઈને ગ્રુપે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના લાઈસેંસ રદ્દ કરવા પર ટેલીકમ્યુનિકેશંસનો વેપાર ઠપ્પ પડી ગયો. તેની પણ નકારાત્મક અસર ગ્રુપની બેલેંસશીટ પર જોવા મળી. 
webdunia
ઉલ્લેખનીય છે કે વીડિયોકૉન ઈડસ્ટ્રીઝ વિરુદ્ધ હાલ દેવાળીયા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ થઈ ચુકી છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT) એ ગયા અઠવાડિયે જ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા (SBI)ના નેતૃત્વમાં આ કંપની વિરુદ્ધ સુનાવણીની અરજી સ્વીકાર કરી હતી. 
 
વીડિયોકોન કંપનીને લોન આપનારી બેંકોએ SBI ના નેતૃત્વમાં અપીલ કરી છે કે આગામી 180 દિવસમાં લીલામી  દ્વારા આ કંપનીના નવા માલિકની પસંદગી કરવામાં આવે ત્યારબાદ કંપનીના  માલિક તરફથી કંપની પર પોતાના નિયંત્રણને બચાવવાની અપીલ કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. આ દરમિયાન 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવામાં આવી હતી. નોટબંધી પછી અનેક લોકોના વેપાર પર આની અસર જોવા મળી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડેશ બોર્ડ સરકાર નું ત્રીજું નેત્ર, તમામ સરકારી વિભાગો પર નજર રાખશે