Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોબાઇલ નંબર સાથે બ્લડગ્રુપ સેવ કરો

મોબાઇલ નંબર સાથે બ્લડગ્રુપ સેવ કરો
અમદાવાદ, , શુક્રવાર, 29 જૂન 2018 (17:33 IST)
ગંભીર અકસ્માત વેળાએ વધુ પડતું લોહી વહિ જવાથી માણસનું મૃત્યું થાય છે. ઘણી વખત અકસ્માતગ્રસ્ત વ્યક્તિ કે તેનાં કુટુંબીજનો પણ બ્લડગ્રુપથી અજાણ હોય છે. આથી અણીને સમયે માનવ જીંદગી બચાવવાં બ્લડગ્રુપ કયુ છે તે જાણકારી ખુબ મહત્વની બનતા દર્દીને તે ગ્રુપનું બ્લડ તાત્કાલીક ચડાવી માનવ જીંદગી બચાવી શકાય છે. બ્લડ ગ્રુપની જાણકારી માટે મોબાઇલ નંબરની સાથે બ્લડગ્રુપ પણ સેવ કરવામાં આવે તો તાત્કાલીક બ્લડગ્રુપની માહિતી મળી જાય છે અને બ્લડગ્રુપ નક્કી કરવાનો સમય બચી જાય છે. આથી તમામ મોબાઇલ ધારકોએ નામની સાથે બ્લડગ્રુપ પણ સેવ કરવો જોઇએ. દાખલા તરીકે, અતુલ પટેલ B+ એમ સેવ કરવાથી અકસ્માત સમયે ઉપયોગી થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

19 વાર આત્મહત્યાની કોશિશમાં સફળ ન થતા કરી 20મી કોશિશ, આ વખતે આવ્યુ મોત