Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12મું પાસ માટે રેલવેમાં નોકરી - 3000 TC અને 1000 ગાર્ડની થશે ભરતી

12મું પાસ માટે રેલવેમાં નોકરી - 3000 TC અને 1000 ગાર્ડની થશે ભરતી
, ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (11:43 IST)
સરકાર રેલ સંરક્ષા વર્ગમાં ગ્રુપ સી અને ડીમાં લગભગ 90 હજાર ખાલી પદ પર ભરતીની જાહેરાત પછી બીજા ચરણમાં ટિકિટ કલેક્ટર (ટીસી) અને ગાર્ડની ભરતી થવા જઈ રહી છે. રેલવે બોર્ડ 12 માર્ચ પછી 3000 ટીસી અને એક હજાર ગાર્ડની ભરતી સંબંધી અધિસૂચના રજુ કરી શકે છે. તેમા 12મું પાસ અને સ્નાતક બેરોજગાર યુવા અરજી કરી શકશે જેની પાસે આઈટીઆઈ નથી.  સંરક્ષા વર્ગમાં આઈટીઆઈ અનિવાર્ય હોવાને કારણે મોટી સંખ્યામાં યુવા રેલવેની મેગા ભરતીમાં અરજી નહી કરી શકે. 
webdunia
રેલવેના એક વરિષ્ઠ અધિકારી બતાવ્યુ કે રેલ સંરક્ષા પદ જેવા કે ટ્રેકમેન, પોઈંટમેન, કીમેન, ફીટર, વેલ્ડર, કાર્પેંટર વગેરે માટે રેલવે બોર્ડે પહેલીવાર આઈટીઆઈ અનિવાર્ય કરી દીધુ છે.  તેમા મોટી સંખ્યામાં બેરોજગાર યુવા રેલવે ભરતી માટે ફોર્મ નહી ભરી શકે.  બીજા ચરણમાં ગ્રુપ સીમાં લગભગ 3000 ટીસી (ટિકિટ ચેકર) અને 1000 ગાર્ડની ભરતી થવા જઈ રહી છે. 
 
અધિકારી જણાવ્યુ કે બુકિંગ ક્લર્ક, પૂછપરછ અને રિઝર્વેશન ક્લર્ક સહિત રેલવે હોસ્પિટલમાં ફાર્માસિસ્ટના પદો પર ભરતી કરવામાં આવશે.  આ ઉપરાંત ગ્રુપ સી ના કેટલાક અન્ય પદ પર ભરતી કરવામાં આવશે. રેલવેમાં માર્ચ મહિનામાં 6000થી વધુ ભરતી થવાની આશા છે. 
webdunia
તેમણે જણાવ્યુ કે સંરક્ષા વર્ગના લગભગ 90000 પદો માટે વિવિધ રેલવે ભરતી બોર્ડ(આરઆરબી) એક કરોડથી વધુ અરજી આવવાની આશા છે. અરજી અંતિમ તારીખ 12 માર્ચ છે. ત્યારબાદ ટીસી, ગાર્ડ, બુકિંગ ક્લર્ક અને ફાર્માસિસ્ટ પદોની ભરતી અધિસૂચના રજુ કરવામાં આવશે.  જેનાથી આરઆરબીની વેબસાઈટ પર વધુ ભાર નહી પડે. સાથે જ પરીક્ષા કરાવવામાં વ્યવ્હારિક અને તકનીકી સમસ્યાનો સમાનો નહી કરવો પડે. 
 
ટીટીઈની જવાબદારી વધી.. 
 
રેલ મંત્રાલયે આઠ જૂન 2017ના નવા નિયમ રજુ કરતા ટીટીઈની જવાબદારીઓ વધારી દીધી ક હ્હે. 26 બિંદુવાળા નવા નિયમ મુસાફરોની સુરક્ષા માટે રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્ય સુધી કોચના દરવાજા બંધ રાખવા તેમની ડ્યુટીમાં સામેલ હશે.  રાત્રે ટ્રેન સ્ટેશન પર ઉભી રહેતા તેમને પ્લેટફોર્મ પર ઉતરવુ પડશે. તેમની પાસે ખાલી એફઆઈઆર ફોર્મ હંમેશા હોવુ જોઈએ. જેનાથી કોઈ ઘટન અથતા યાત્રીની સૂચના એ સમયે ફોર્મમાં નોંધી શકાય અને બીજા સ્ટેશન પર એ ફોર્મ એફઆઈઆરમાં બદલાય જાય. યાત્રીની તબિયત ખરાબ થતા ચિકિત્સાની વ્યવસ્થા કરવી પડશે. કોચ અથવા શૌચાલયને સાફ રાખવાની કંડક્ટરની જવાબદારીમાં સામેલ કરવામાં આવ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cricket News - ODI શ્રેણીના હીરો, 2nd T20 મેચમા બન્યો વિલેન, બનાવ્યો શર્મનાક રેકોર્ડ