Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પગની સૌંદર્યતા - પગને ગ્લેમર અને સેક્સી લૂક આપવા આ 5 ટિપ્સ અજમાવો

પગની સૌંદર્યતા - પગને ગ્લેમર અને સેક્સી લૂક આપવા આ 5 ટિપ્સ અજમાવો
, બુધવાર, 21 માર્ચ 2018 (16:24 IST)
મોટા ભાગની યુવતીઓ માથાના વાળ અને ફેસ પર વધારે ધ્યાન અાપતી હોય છે. જમાનો બદલાતો ગયો છે. યુવતીઅો પગની સૌંદર્યતાને હવે નજરઅંદાજ નથી કરી શકતી. મોસમ કોઈ પણ હોય, યુવાપેઢીની યુવતીઅો પગની કાળજી નિયમિત લેવા માટે કોન્સિયસ બની ગઈ છે. સનબર્ન અને અેડીઅોનું ફાટવું સામાન્ય થતું હોય છે.
 
પગની કાળજી તો સામાન્ય રીતે લેવાતી હોય તેમ લેવાને બદલે હવે યુવતીઅો પગને ગ્લેમર અને સેક્સી લૂક અાપવા કોન્સિયસ બની છે. ગરમીના દિવસોમાં બંધ પગરખાં પહેરતાં પહેલાં ટેલ્કમ પાઉડર પગ પર લગાવો. ત્યાર બાદ મોજાં પહેરો. તમારા પગરખાં ટાઇટ પડે તેવા પસંદ ના કરો. દિવસને અંતે અનુકૂળ સમયે હૂંફાળા ગરમ પાણીમાં મીઠું નાંખી ૧૦-૨૦ મિનિટ પગને ડુબાડી રાખો. જેનાથી પગનો થાક દૂર થશે અને પગ નરમ બનશે. 
 
બહારથી ઘરે અાવ્યા બાદ ડેટોલ કે અેન્ટિસેપ્ટિક લોશનથી પગને બરોબર ધોઈ નાંખો. ત્યાર બાદ પગને લૂછી સારામાનું મોઇરાઇઝર લગાવો. ગરમીના દિવસોમાં અેન્ટિસેપ્ટિક લોશન લગાવીને નિયમિત પગને ચોખ્ખા રાખો. 
 
પગની કસરતો નિયમિત રીતે કરવાની રાખો. સતત ઊભા રહીને કામકાજ કરવાની જાેબ હોય તો સમયાંતરે બેસવાની અનુકૂળતા ફાળવી લેવી. પગમાં અેડીથી ઉપરની દિશામાં હળવે હાથે માલિશ નિયમિત કરો. પગની અાંગળીઅોની વચ્ચે પ્રમાણસર દબાણ સાથે માલિશ કરો. માલિશથી પગની નસોમાં લોહીનો પ્રવાહ નિયમિત બને છે. મૃતકોષોનો નિકાલ થાય છે. સતત નવા કોષો બનવાની પ્રક્રિયા ઝડપી બનતા પગ ભરાવદાર અને હેલ્ધી બને છે.
સપ્તાહમાં અેકાદ વખત લીંબુથી પગને બરોબર સાફ કરો. પગને ચમકદાર અને હેલ્ધી બનાવવા પ્યુમિક સ્ટોનનો ઉપયોગ કરો. જેનાથી મૃત ત્વચાનો નિકાલ થાય છે. ત્વચાનાં છિદ્રો ખૂલતાં પૂરતાં પ્રમાણમાં પ્રકાશ અને હવા મળતાં ત્વચા કુદરતી રીતે ચમકીલી બને છે. ભોજનમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન ઇ અને અે લો. દિવસભર ૭થી ૧૦ લિટર પાણી પીવાનું રાખો.
 
પગની કસરતો પગને હેલ્ધી લૂક સાથે સેક્સી લૂક પણ અાપે છે. અોફિસ અર્વસમાં ચૅર પર બેસીને પણ પગના પંજાને ક્લોક ડાયરેક્શનમાં અેકાદ-બે મિનિટ ફેરવવાનું રાખો. સવારે ઊઠતી વખતે પગને સૂતા સૂતા સાઇક્લિંગ કરતા હોય તેવી અેક્સરસાઇઝ પાંચેક મિનિટ કરો. પગની નસો અને સ્નાયુઅો સ્વસ્થ બનતા પગની સુંદરતામાં અાપોઅાપ વધારો થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જવનુ પાણી પીવાના ફાયદા તમે જાણો છો ?