Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આપણી ત્વચા આપણા સ્વાસ્થ્યની નિશાની

આપણી ત્વચા આપણા સ્વાસ્થ્યની નિશાની
N.D

આપણી ત્વચા તે જ દેખાડે છે જે આપણું શરીર ઈચ્છે છે. એટલા માટે તો કહેવાય છે કે શરીર તંદુરસ્ત હોય તો ત્વચા પણ હજાર વોટની જેમ ચમકે છે. એટલા માટે જો તમારે ચમકતી ત્વચા જોઈતી હોય તો શરીર તરફ થોડુક ધ્યાન આપવું જરૂરી છે.

* સૌથી મોટી બાબત તે છે કે પોતાના ભોજનની અંદર તે બધા જ પદાર્થોનો સમાવેશ કરો જેમાં વિટામીન એ, સી અને ઈ ભરપુર માત્રામાં હોય. જરૂરી માત્રાની અંદર ફેટ્સ, તરળ અને ખનિજનો પણ ઉપયોગ કરો.

* ત્વચા એકદમ રૂખી-સુકી થઈ જવી, ખીલ-ફોલ્લીઓથી ચહેરો ભરાઈ જવો આ બધી વસ્તુઓ તે તરફ ઈશારો કરે છે કે તમે તમારા શરીર પ્રત્યે જરા પણ ધ્યાન આપતાં નથી.

* અચાનક ડાઘ-ધબ્બા થઈ જવા અને ફોલ્લીઓ થઈ જવી તે વાતની નિશાની છે કે તમે જરૂર કોઈ ખોટી વસ્તુ ખાવાને લીધે એલર્જીના શિકાર થઈ ગયાં છે.

* ખીલ, ફોલ્લી કે સુકી ત્વચા ઈમ્બુન સિસ્ટમ કે રોગ પ્રતિરોધક તંત્રમાં ગડબડીના લીધે કોઈ ઉણપ છે જેનો ચોખ્ખો અર્થ છે કે તમારા ખાણ-પીણમાં પોષક તત્વોની અંદર ઉણપ છે.

* કરમાયેલો અને ઉતરી ગયેલો ચહેરો તે વાતની નિશાની છે કે તમારૂ પાચન તંત્ર સરખી રીતે કામ નથી કરતું કે પછી તમે ભોજન અને પાણી તરફ ધ્યાન નથી આપતાં.

* વિટામીન એ એક શાનદાર એંટીઓક્સીડેંટનું કામ કરતાં છે. આનાથી તમારી ત્વચાની અંદરની કસાવટ અને તેની ચમક તેમની તેમ જ રહેશે તેમજ આ ત્વચાને તુટતા અટકાવશે. તમારૂ શરીર વિટામીન એને સરખી રીતે અવશોષિત કરી શકે એટલા માટે જરૂરી છે કે તમે જમવાની અંદર તેલ-ઘી તેમજ ફૈટ્સનો પણ સમાવેશ કરો.

* ગાજર, વટાણા, પપૈયુ વગેરે વિટામીન એના સારા એવા સ્ત્રોત છે.

* ત્વચામાં કસાવટ લાવવા માટે અને કરચલીઓ રોકવા માટે વિટામીન સી ખુબ જ મદદગાર છે.

Share this Story:

Follow Webdunia gujarati