Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરી વિશે અનેક તર્કવિતર્કો

ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરી વિશે અનેક તર્કવિતર્કો
, ગુરુવાર, 9 નવેમ્બર 2017 (15:36 IST)
ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે એક મહિનો બાકી છે ત્યારે એક મહત્વનો સવાલ છે કે ભાજપના પાયાના પથ્થર અને ગાંધીનગરના સાંસદ તરીકે લાલકૃષ્ણ આડવાણીનું હાલ સ્થાન ક્યાં છે. અડવાણીની અવગણના મુદ્દે ભાજપે સત્તાના મદમાં પ્રમાણભાન ગુમાવી દીધું છે એવી ચર્ચા સોશિયલ મીડિયા અને પ્રજામાં ઘણાં સમયથી ચાલતી જોવા મળે છે. ભાજપના વયોવૃદ્ધ અને પીઢ નેતા જેને પક્ષનો પાયો મજબુત કર્યો તે લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે.

તેઓ હાલ લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે. આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી ગયાં છે ત્યારે સ્વાભાવિક રીતે લાલકૃષ્ણ અડવાણીનું સ્થાન ક્યા તેવો સવાલ થવો જરૂરી છે. લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ ૧૯૨૭ની સાલના નવેમ્બર મહિનાની ૮મી તારીખે થયો હતો. તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે એમની રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો ત્યારબાદ ભાજપનો પાયો નાંખ્યો હતો. આડવાણીજીએ 1998-2004 દરમિયાન વાજપેયીની સરકારમાં ગૃહપ્રધાન હતા તેમજ 2002-2004 સુધી નાયબ વડાપ્રધાન પદે પોતાની સેવાઓ આપી હતી. જો કે ત્યારબાદ ભાજપમાં તેમના શિષ્ય નરેન્દ્ર મોદીનો ઉદય થતા તેમનું મહત્વ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં તેમણે ભાજપ તરફથી અનેકવાર ઝેરના કડવા ઘૂંટડા પીવા પડ્યા હતાં. જે ભાજપ માટે તેમણે લોહી પરેસેવો એક કરીને મહેનત કરીને સમગ્ર ભારતમાં એક મજબુત સંગઠન બનાવ્યું હતું. લોકસભાની ચુંટણીમાં તેમને સાઈડ લાઈન કરીને માર્ગદર્શક મંડળમાં મુકવામાં આવ્યાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનામત વિના પણ માણસ આગળ વધી શકે, ખરી જરૂર તો ગરીબ માણસને છે - સામ પિત્રોડા