Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Election Survey - હાલ ચૂંટણી થાય તો જાણો BJPને 144થી વધુ અને કોગ્રેસને 26-35 સીટો

Gujarat Election Survey - હાલ ચૂંટણી થાય તો જાણો BJPને 144થી વધુ અને કોગ્રેસને 26-35 સીટો
, શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (10:14 IST)
પાટીદાર આંદોલન અને દલિત ઉત્પીડનની ઘટનાઓની ગુજરાતમાં બીજેપીની પકડ પર અસર નહીં પડે? એબીપી ન્યૂઝ અને સીએસડીએસ લોકનીતિ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપની ફરી એકવખત સત્તા આવશે. ઓપિનિયન પોલમાં કહેવાયું છે કે, ભાજપને 144-152 સીટો મળી શકે છે, તો કોંગ્રેસને માત્ર 26-35 સીટો મળવાનું અનુમાન છે.
 
આ સર્વે પ્રમાણે ભાજપને 144-152 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 26-35 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યોના ખાતમાં 3-7 બેઠકો મળી શકે છે.
 
આ સરવેમાં જાણવા મળ્યું કે આજે જો ચૂંટણી યોજાય તો 59 ટકા મત ભાજપને મળી શકે છે, જ્યારે કૉંગ્રેસને 29 ટકા મતો મળી શકે છે.
 
આપણી ચેનલ એબીપી અસ્મિતાએ આ સર્વે લોકનીતિ-CSDS નામની એજંસી પાસે કરાવ્યો છે. રાજ્યના 200 વિસ્તારોમાં 4,090 મતદારોને મળીને સેમ્પલ સર્વે કર્યો છે. કેમ કે, રાજ્યની વિધાનસભા 182 બેઠકોની છે ત્યારે એક જ નેચરની ચાર બેઠકોમાંથી એક બેઠક પ્રમાણે 50 બેઠકોને આ સર્વેમાં સમાવી છે.
 
ઓપિનિયન પોલમાં ભાગ લેનારા 59 ટકા લોકોએ કહ્યું કે, હાલમાં ચૂંટણી થાય તો તે સત્તાધારી પાર્ટીને જ ફરી વોટ આપશે, માત્ર ૨૯ ટકા લોકોએ કોંગ્રેસના પક્ષમાં જવાની વાત કહી. તેનો અર્થ છે કે, ભાજપ 2014 લોકસભા ચૂંટણીમાં મળેલા સમર્થનને અત્યાર સુધી સંભાળવામાં સફળ રહ્યો છે.   પોલ મુજબ, ભાજપ સમગ્ર ગુજરાતમાં સ્વીપ કરી શકે છે. સૌથી વધુ સમર્થન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મળી શકે છે, જયાં 65 ટકા વોટર્સ તેના પક્ષમાં દેખાઈ રહ્યા છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે પાર્ટી અંદર કે બહાર કોઈ પડકાર નથી. તેમને 24 ટકા લોકો ફરી મુખ્યમંત્રી બનતા જોવા ઈચ્છે છે. 7 ટકા લોકોએ કહ્યું કે, તે મોદીને ફરી મુખ્યમંત્રી બનતા જોવા ઈચ્છે છે, તો માત્ર 2 ટકા લોકોએ રાજયના આગામી મુખ્યમંત્રી તરીકે અમિત શાહને પોતાની પસંદ બતાવ્યા. 43 ટકા લોકોએ પસંદગીના મુખ્યમંત્રી તરીકે કોઈ ઉમેદવારનું નામ ન લીધું.
 
ગુજરાતમાં ચૂંટણીની હલચલ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાના 67માં જન્મદિવસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે.  ભાજપ અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ નાણાંમંત્રી અરૂણ જેટલીને ગુજરાતના ચૂંટણી પ્રભારી નિમ્યા છે. કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, નિર્મલા સીતારમન, જિતેન્દ્ર સિંહ અને પીપી ચૌધરીને રાજયના સહ-પ્રભારી બનાવાયા છે. શાહે પુષ્ટિ કરી છે કે, પાર્ટી મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરાને આગળ રાખી વિધાનસભાની ચૂંટણી લડશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખાદી પર લગાવવામાં આવેલા 5થી12 ટકા જીએસટીનો રાજકોટમા વિરોધ કરાયો