Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અર્જુન મોઢવાડિયાએ ઈવીએમ મશીન બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી

અર્જુન મોઢવાડિયાએ ઈવીએમ મશીન બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી
, શનિવાર, 9 ડિસેમ્બર 2017 (12:16 IST)
અર્જુન મોઢવાડિયા મતદાન માટે પહોંચ્યા હતા ત્યાં તેમણે EVM બ્લુટૂથ સાથે કનેક્ટ હોવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. મોઢવાડિયાએ EVMમાં ચેડાની ફરિયાદ સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.પોરબંદરથી ચૂટણી મેદાનમાં ઉતરેલા મોઢવાડિયાની સામે ભાજપે બાબુભાઈ બોખિરિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી બન્ને દિગ્ગજો આમને-સામને હોવાથી આ બેઠક પર જબરજસ્ત રાજકિય જંગ થવાનો છે તેમ માનવામાં આવી રહ્યું છે.અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પંચને સ્ક્રીન શોર્ટ સાથે ફરિયાદ કરી છે. તો ભાજપે આ ફરિયાદની સામે જવાબ આપ્યો છે. ભાજપના નેતા ભાવનાબેને સ્થાનિક ટીવી ચેનલના ટોકશોમાં જણાવ્યું કે, EVMને ટેક્નીકલી ચેક કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે તેઓ ક્યાં ગયા

હતા.મોઢવાડિયાએ ચૂંટણી પંચને ફરિયાદ કરીને ભાજપ પર વાર કરીને જીતનો વિશ્વાસ પણ મૂક્યો છે. મોઢવાડિયાએ કહ્યું કે, ભાજપના અહંકાર સામે કોંગ્રેસનો વિજય થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રથમ તબક્કાની ચુંટણીમાં છેલ્લાં ત્રણ કલાકમાં ૧૮ ટકા મતદાન નોધાયું