Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લકી બેમ્બૂ : વિકાસનું પ્રતીક

લકી બેમ્બૂ : વિકાસનું પ્રતીક
P.R


આજકાલ ઘર અને ઓફિસની સજાવટ માટે ઘણા પ્રકારના છોડ બજારમાં મળી રહે છે. જેમા લકી વાંસનો પણ સમાવેશ થાય છે. તાજા લીલા થડવાળા 'લકી બેમ્બૂ'ને નવા રીત પ્રમાણે સજાવટ સાથે જ સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. વધુ એક વાત જે થોડી જુદી છે અને એ છે કે આનું નામ તો લકી બેમ્બૂ છે પણ વાંસના કૂળ સાથે આનો કોઈ સંબંધ નથી. સજાવટી અને પારદર્શી કાંચના વાસણોમાં ઉગાવવામાં આવનાર આ છોડ ઘણા સુંદર આકારોમાં જોવા મળે છે. જેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને માટી વગર પાણીમાં જ ઉગાડી શકાય છે અને એવા વાસણમાં લગાડવામાં આવે છે કે જેના બેઝમાં પાણી ભરાયેલુ રહે છે. આ છોડ ફક્ત પાણીથી જ પૂર્ણ રૂપે સ્વસ્થ રહે છે. લચીલા થડવાળા આ ડેકોરેટિવ પ્લાંટના થડની ગાંઠમાંથી સુંદર પાન ફૂટે છે. જેના વડે થડને એક બંડલ બનાવીને ઘણા આકાર આપવામાં આવે છે. એ જ કારણે આની કિમંત તેમની તૈયાર આકૃતિઓ પર આધારિત રહે છે. આ છોડ ડ્રેસીના પ્રજાતિનો છે, જેનુ વાનસ્પતિક જગતમાં પુરૂ નામ ડ્રેસીના સેડેરિયાના છે.

ભારતમાં આ સામાન્ય રીતે નથી મળી રહેતુ, તેથી તેને બેંકોકથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. 'લકી બેમ્બૂ'ને વધવા માટે સૂરજના સીધા પ્રકાશની જરૂર નથી હોતી. આથી તેને બાથરૂમ જેવા સ્થાન પર પણ ઉગાડી શકાય છે. તેથી જ તો ઘર કે ઓફિસના કોઈપણ ખૂણામાં સજાવેલ લીલા પાનવાળુ લકી બેમ્બૂ આપણું ધ્યાન આકર્ષિત કરે છે.

આ છોડની વધુ દેખરેખની જરૂર નથી હોતી. આ છોડ આખા વર્ષમાં માત્ર ત્રણ-ચાર ઈંચ જ વધે છે. આજકાલ બજારમાં ઘણા ખાસ આકારમાં વ્યવસ્થિત સજાવેલ 'લકી બેમ્બૂ' મળી રહે છે. આ છોડ નોન ટોક્સિક છે અને બાળકો તેમજ પાલતૂ જાનવરો માટે પૂરી રીતે સુરક્ષિત છે.

'લકી બેમ્બૂ' - એવુ માનવામાં આવે છે કે ઘર આંગણના બગીચાની સુંદરતા વધારનાર આ છોડ ડ્રેસીના સેડેરિયાનાથી ઘર સજાવનારાઓની કિસ્મત પણ ચમકી જાય છે. વાસ્તુ મુજબ આ છોડ ઘાતુ, અગ્નિ, જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને જંગલના તત્વોમાં સંતુલન જાળવે છે.

ફેંગશુઈના વિદ્વાનોનું માનવુ છે કે લકી બેમ્બૂ ઘર કે ઓફિસના વાતાવરણમાં સંતુલન ઉભુ કરે છે અને ગુડલક અને વિકાસનું પ્રતીક છે. આ છોડ લગાડવાથી એ સ્થાન પર રહેનારા અને કામ કરનારા લોકોને તણાવથી દૂર રાખે છે અને તેમની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

ફેંગશુઈ મુજબ આ છોડ ઘરમાં રહેતા લોકો માટે મૂડ બૂસ્ટરનુ કામ પણ કરે છે, કારણ કે આની સકારાત્મક ઉર્જા વાતાવરણને જીવંત બનાવી રાખે છે. આની વેલને બંડલમાં બાંધવા માટે રેડ રિબનનો ઉપયોગ કરવામાં આવે છે, જે અગ્નિ તત્વના સકારાત્મક રૂપનું પ્રતિનિધિત્વ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati