Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Crime - દીકરાને દહેજમાં 7 વીઘા જમીન મળે માટે સાસુએ પુત્રવધૂને મારીને ટાંકીમાં નાખી દીધી

Mother-in-law kills daughter-in-law
, બુધવાર, 1 નવેમ્બર 2023 (16:34 IST)
Mother-in-law kills daughter-in-law
અમદાવાદના કણભા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક પરિણીતાની લાશ પાણીની ટાંકીમાંથી મળી હતી. તપાસ દરમિયાન પોલીસને સાસુએ પુત્રવધૂની કરેલી હત્યા હોવાનું સામે આવ્યું હતું. પોતાના દીકરાને દહેજમાં સાત વીઘા જમીન મળે એટલા માટે પુત્રવધૂની હત્યા કરીને બીજી યુવતી સાથે લગ્ન કરાવે તો આ બધું ગોઠવાઈ જાય તેમ હતું અને આખું રેકેટ સાસુએ રચ્યું હતું.

સમગ્ર પર્દાફાશ અમદાવાદ જિલ્લા પોલીસે કર્યો છે અને મહત્વની કડી જોડાતા આખો કેસ ઉકેલાયો છે. 28 ઓક્ટોબરની બપોરે કુહા ગામ પાસે આવેલા ભૂલાવતની સીમમાં રહેતા કિશનભાઇના પરિવારમાં પાણીની ટાંકી પાસે તેમની પત્નીની લાશ મળી આવી હતી. 22 વર્ષીય પત્નીની લાશ ટાંકીમાં પડી હતી અને તેમાં શોર્ટ સર્કિટ થયું હોય અને તેઓ અંદર પડી ગયા હોય તેવું પ્રાથમિક નજરે પડતું હતું.

કિશનના લગ્ન મિત્તલ સાથે તાજેતરમાં જ થયા હતા. એટલે લગ્નનો સમયગાળો છ મહિનાનો હતો. આ કારણથી આ સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરવાની હતી. આ સંદર્ભે તપાસ આગળ વધી અને પ્રાથમિક ધોરણે અકસ્માતે મોત સમજીને પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલાની તપાસ કરનાર ડીવાયએસપી નિલમ ગોસ્વામીને શંકા ગઈ કે મિત્તલના લગ્ન પહેલાં કિશનના લગ્ન ભાવના નામની યુવતી સાથે થયા હતા. પરંતુ કિશને ભાવનાને સમાજના નિયમ પ્રમાણે છૂટાછેડા આપી દીધા હતા. આ વાત કિશનની માતાને ગમતી ન હતી. કારણ કે ભાવના અને તેની બહેન બંનેના લગ્ન કિશન અને તેના ભાઈ સાથે નક્કી કર્યા હતા. પરંતુ કિશને ભાવનાને છોડી દીધી એટલે તેને દહેજમાં મળતી સાત વીઘા જમીન અને મળેલું સોનું પાછું આપવાની ફરજ પડી હતી. જ્યારે તેના નાનો ભાઈના લગ્ન પણ બાકી હતા. જો હવે મિત્તલ રસ્તામાંથી હટી જાય અથવા કિશન મિત્તલને છોડી દે તો સાત વીઘા જગ્યા અને સોનું પરત મળી શકે છે અને કિશનની માતાની વાતમાં પણ કિશનની જૂની પત્ની અને મિત્તલ સાથેના સંબંધો વિશે થોડો જ શંકા ઉપજાવે તેવું વાતાવરણ ઊભું થઈ રહ્યો હતો.

આ બધા વચ્ચે પોલીસે તપાસ કરી અને એકદમ કિશનની માતા આ પાછળ જવાબદાર છે કે નહીં તે કહેવું શક્ય ન હતું. તે સમયે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને મિત્તલને ઘણી બધી જગ્યાએ ઇજા થયા હોવાની જાણ પણ થઈ, એટલે હવે પોલીસની શંકા સત્યમાં પલટાવવા જઈ રહી હતી. પુરાવા પણ સાબિત થયા હવે લોકોને શંકા ન જાય તે માટે કિશનની માતાએ મિત્તલને પાણીની ટાંકીમાં નાખી દીધી અને મોટર ચાલુ કરીને કરંટ આવ્યો હોય તેવું વાતાવરણ ઊભું કર્યું હતું.અમદાવાદ જિલ્લા પોલીસના મહિલા અધિકારી નીલમ ગોસ્વામી એ ખૂબ જ મહત્વની તપાસ કરીને એક મર્ડર મિસ્ટ્રી ઉકેલી નાખી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજુલામાં ઘરેથી રમવા જવાનું કહીને નીકળેલા બે ભાઈઓના તળાવમાંથી મૃતદેહ મળ્યા