Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs ENG: ટીમ ઈંડિયા આ 4 સ્ટાર ખેલાડીઓ વગર જ રમશે બીજી ટેસ્ટ, ત્રણ ઘાયલ એકને બ્રેક

IND vs ENG: ટીમ ઈંડિયા આ 4 સ્ટાર ખેલાડીઓ વગર જ રમશે બીજી ટેસ્ટ, ત્રણ ઘાયલ એકને બ્રેક
, ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (15:28 IST)
IND vs ENG: ઈગ્લેંડ વિરુદ્ધ રમાયેલ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈંજરીએ ટીમ ઈંડિયાને ખૂબ પરેશાન કર્યુ છે.  ટીમ ઈંડિયાને શ્રેણીની પ્રથમ જ મેચમા હારનો સામનો કરવો પડ્યો.  આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા ઈચ્છશે કે ટીમ ઈન્ડિયા શ્રેણીની બીજી મેચ જીતીને વાપસી કરે, પરંતુ સાથે જ ખેલાડીઓની ફિટનેસ પણ તેના માટે એક મોટી ટેન્શન બનીને ઉભરી આવી છે. આ શ્રેણીની બીજી મેચ માટે ટીમ ઈન્ડિયા વિશાખાપટ્ટનમમાં હાજર છે. ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ NCAમાં છે. 
 
ભારતીય ટીમ લાંબા સમયથી ઈજાના કારણે પોતાની પૂરી તાકાત સાથે રમી શકી નથી. છેલ્લા એક વર્ષથી કેટલાક સ્ટાર ખેલાડી પ્લેઇંગ 11માંથી ચોક્કસપણે ગાયબ છે. દરમિયાન ઈંગ્લેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટ મેચમાં ચાર એવા ખેલાડીઓ છે જેમના વિના ટીમ ઈન્ડિયા આ મેચ રમશે. આ સીરીઝની શરૂઆત પહેલા આ ખેલાડીઓના રમવાની પૂરી અપેક્ષા હતી, પરંતુ કેટલાક ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયા છે. પ્રથમ ટેસ્ટ મેચ બાદ કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને આ ખેલાડીઓ હવે બીજી મેચ ગુમાવશે.
 
ટીમ ઈન્ડિયા આ ચાર ખેલાડીઓ વગર રમશે 
ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા આ ચાર સ્ટાર ખેલાડીઓ વગર રમશે. તે ખેલાડીઓમાં વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલના નામ સામેલ છે. આ ચારેય ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં હતા, પરંતુ ટીમ ઈન્ડિયા અને ચાહકો બીજી મેચમાં આ ખેલાડીઓની ખોટ અનુભવશે. વિરાટ કોહલી અને મોહમ્મદ શમી સિરીઝની શરૂઆત પહેલા જ આઉટ થઈ ગયા હતા, પરંતુ રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને બંને ખેલાડીઓ બીજી મેચ રમી શકશે નહીં. વિરાટ કોહલીએ સિરીઝની શરૂઆત પહેલા અંગત કારણોસર બ્રેક લીધો હતો. જ્યારે શમી હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. આ ચાર ખેલાડીઓની બાદબાકીથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બીજી ટેસ્ટ મેચ દરમિયાન રોહિત શર્મા પર ઘણું દબાણ રહેશે.
 
ટીમ ઈંડિયામાથી કેમ બહાર છે આ ચાર ખેલાડી 
 
વિરાટ કોહલી - પર્સનલ કારણોને લીધે બ્રેક લીધો 
રવિન્દ્ર જડેજા -  પગના સ્નાયુઓની સર્જરી 
કે એલ રાહુલ - જાંઘમાં દુખાવો 
મોહમ્મદ શમી - પગની એંક્લની સર્જરી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2024 - મિડલ ક્લાસને હાઉસિંગ સ્કીમ, 300 યૂનિટ વીજળી ફ્રી