Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે તોડ્યો ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ, સાઉથ આફ્રિકા સામે જીતની સાથે જ કર્યું આ કામ

team india
, શુક્રવાર, 22 ડિસેમ્બર 2023 (10:28 IST)
India vs South Africa 3rd ODI: ભારતીય ટીમે ત્રીજી વનડે મેચમાં સાઉથ આફ્રિકાને 78 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ટીમને 297 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝ પણ 2-1થી જીતી લીધી છે. આ મેચ જીતીને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
 
ભારતે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમે વર્ષ 2023માં વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ વનડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2023માં ભારતે 35 મેચ રમી છે જેમાંથી ટીમે 27 મેચ જીતી છે. જેમાં સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં મળેલી જીતનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 1999માં 37 વનડે  મેચ રમી હતી, જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 26માં જીત મેળવી હતી. આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
 
એક વર્ષમાં સૌથી વધુ વનડે મેચ જીતનાર ટીમો:
 
30 મેચો-ઓસ્ટ્રેલિયા, 2003
 
27 મેચ-ઈન્ડિયા, 2003
 
26 મેચ-ઓસ્ટ્રેલિયા, 1999
 
25 મેચ-સાઉથ આફ્રિકા, 1996
 
25 મેચ- સાઉથ આફ્રિકા, 2000
 
સાઉથ આફ્રિકા સામે શ્રેણી જીતી
ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચ 8 વિકેટે જીતી લીધી હતી. આ પછી સાઉથ આફ્રિકાની ટીમે બીજી વનડે મેચ 8 વિકેટે જીતીને શાનદાર વાપસી કરી હતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ ત્રીજી અને છેલ્લી વનડે મેચ 78 રનથી જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી લીધી છે. ત્રીજી મેચમાં ભારત માટે સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 108 રનની તોફાની ઇનિંગ રમી હતી. વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે. તિલક વર્માએ 52 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અર્શદીપ સિંહે આખી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 વિકેટ ઝડપી હતી. આ કારણોસર તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચોખાના ભાવ ઘટવાની શક્યતા, તુવેર દાળ પણ સસ્તી થશે