Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amitabh Bachchan Home in Ayodhya - અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદ્યો પ્લોટ, રામ મંદિરથી માત્ર 15 મિનિટ દૂર બનાવશે ઘર

Amitabh Bachchan bought a plot in Ayodhya
નવી દિલ્હી. , સોમવાર, 15 જાન્યુઆરી 2024 (11:10 IST)
Amitabh Bachchan bought a plot in Ayodhya


-  અમિતાભ બચ્ચને અયોધ્યામાં એક સેવન સ્ટાર એન્ક્લેવમાં એક પ્લોટ ખરીદ્યો 
-  22 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે ઉદ્દઘાટન 
-  અયોધ્યામાં  પ્રોજેક્ટમાં સુપરસ્ટારનુ  રોકાણ શહેરની આર્થિક ક્ષમતામાં વિશ્વાસ બતાવે છે 
 
Amitabh Bachchan Land In Ayodhya - જાણવા મળ્યુ છે કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં એક સેવન સ્ટાર એન્ક્લેવમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્લોટ એ સ્થાનથી નજીક છે જ્યા ભવ્ય રામ મંદિર બનાવ્યુ છે.  મુંબઈના ડેવલોપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) એ પ્લોટના સાઈઝ અને કિમંતનો ખુલાસો કર્યો નથી પણ ઈંડસ્ટ્રીના સૂત્રોનુ કહેવુ છે કે આ લગભગ 10,000 વર્ગફુટનો છે અને આ માટે બિગ બી એ 14.5 કરોડ રૂપિયા ચુકાવ્યા છે કે પછી ચુકવશે. 
 
51 એકરમાં ફેલાયેલી સરયૂનુ ઔપચારિક ઉદ્દઘાટન 22 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. એ દિવસે જે દિવસે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો ભવ્ય અભિષેક સમારંભ આયોજીત કરવામાં આવશે. ડેવલોપરના મુજબ આ મંદિરથી લગભગ 15 મિનિટના અંતર પર અને એયરપોર્ચથી અડધા કલાકના અંતર પર છે. આ પ્રોજેક્ટ માર્ચ 2028 સુધી પુરો થવા અને ફાઈવ સ્ટાર પેલેસ હોટલ બનવાની આશા છે. 
 
અમિતાભ બચ્ચને એક કાર્યક્રમમાં કહ્યુ, હુ અયોધ્યામાં સરયુ માટે The House of Abhinandan Lodha ની સાથે આ યાત્રા શરૂ કરવા માટે એક્સાઈટેડ છુ. એક એવુ શહેર જે મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. અયોધ્યાની શાશ્વત આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિએ એક ભાવનાત્મક સંબંધ બનાવ્યો છે. જે ભૌગોલિક સીમાઓથી પરે છે. આ અયોધ્યાની આત્મામાં એક હાર્દિક યાત્રાની શરૂઆત છે. જ્યા પરંપરા અને આધુનિકતા મૂળ રૂપની સાથે છે. હુ વૈશ્વિક આધ્યાત્મિક રાજધાનીમાં મારુ ઘર બનાવવાને લઈને ખૂબ જ ખુશ છુ." 
 
ઉલ્લેખનીય છે કે બિગ બી નુ જન્મસ્થાન પ્રયાગરાજ (પહેલા ઈલાહાબાદ) અયોધ્યાથી ચાર કલાકની ડ્રાઈવ પર છે.   HoABLના અધ્યક્ષ અભિનંદન લોઢાએ કહ્યુ કે બિગ બી સરયુના પહેલા નાગરિક હતા અને તેમનુ રોકાણ આ પ્રોજેક્ટને અયોધ્યાના વૈશ્વિક આધ્યાત્મિક મહત્વના પ્રતિક માં બદલી નાખશે. તેમણે કહ્યુ કે અયોધ્યામાં  પ્રોજેક્ટમાં સુપરસ્ટારનુ  રોકાણ શહેરની આર્થિક ક્ષમતામાં વિશ્વાસ અને તેની આધ્યાત્મિક વિરાસત પ્રત્યે ઊંડી પ્રશંસા દર્શાવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેપરાઝીએ જેઠા લાલને પૂછ્યું, બબીતાજી ક્યાં છે?