Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોશિયલ મીડિયા સાથે જોડાયેલ 20 રોચક તથ્યો

સોશિયલ મીડિયા સાથે જોડાયેલ 20 રોચક તથ્યો
P.R
ઈંટરનેટ યૂઝ કરનારા લગભગ દરક વ્યક્તિ કોઈને કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સાથે જોડાયેલા છે. આ સાઈટ્સ પર નવા નવા મિત્ર બનાવવા, જૂના મિત્રોને શોધવા સાથે જ અભિવ્યક્તિનો નવો માધ્યમ પણ આપ્યો છે. આવો જાણીએ સોશિયલ મીડિયા સાથે જોડાયેલ 100 રોચક વાતો.

1. ફેસબુક પર બરાક ઓબામાની જીત સંબંધી પોસ્ટ 40 લાખથી વધુ લાઈકની સાથે ફેસબુક પર સૌથી વધુ પસંદ કરેલા ફોટા બની ગયા.
2. ફેસબુકના 25 ટકાથી વધુ યુઝર્સ કોઈપણ પ્રકારની પ્રાઈવેસી કંટ્રોલને માનતા નથી.
3. આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ સરેરાશ રૂપે 130 લોકો સાથે જોડાયેલ છે.
4. ફેસબુકની સાથે 850 મિલિયન સક્રીય માસિક યુઝર્સ જોડાયેલા છે.
5. આ નેટવર્કિંગ વેબસાઈટના કુલ યૂઝર્સમાંથી 21 ટકા એશિયામાંથી છે, જે મહાદ્વીપની કુલ વસ્તીના ચાર ટકાથી પણ ઓછી છે.
6. 488 મિલિયન યૂઝર્સ રોજ મોબાઈલ પર ફેસબુક ચલાવે છે.
7. ફેસબુક પર સૌથી વધુ પોસ્ટ બ્રાઝીલથી કરવામાં આવે છે. ત્યાંથી દરેક મહિને લગભગ 86 હજાર પોસ્ટ કરવામાં આવ્યા છે.
8. 23 ટકા યૂઝર્સ રોજ પાંચ કે તેનાથી વધુ વખત પોતાના ફેસબુક એકાઉંટ ચેક કરે છે.
9. ફેસબુક પર 10 કે તેનાથી વધુ લાઈકવાળા 420 લાખ પેજ છે.
10. 1 મિલિયનથી વધુ વેબસાઈટ્સ જુદા જુદા પ્રકારથી ફેસબુક સાથે જોડાયેલી છે.
11, 85 ટકા મહિલાઓ ફેસબુક પર પોતાના મિત્રોથી પરેશાન છે.
12. ફેસબુકના 2012માં રૂમ, દક્ષિણ કોરિયા, જાપાન, ભારત અને બ્રાઝીલમાં પોતાના સક્રીય યૂઝર્સની સંખ્યામાં 41 ટકાનો વધારો કર્યો છે.
13. આ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર રોજ 2500 લાખ ફોટો રોજ નાખવામાં આવે છે.
14. 2012 સુધી ફેસબુક પર 210,000 વર્ષનુ સંગીત વાગી ચુક્યુ હતુ.
15. અહી સેક્સ સાથે જોડાયેલ લિંકની સંખ્યા અન્ય લિંક કરતા 90 ટકા વધુ હતી.
16. 2012માં ફેસબુક પર 17 બિલિયન લોકેશન ટેંડ પોસ્ટ અને ચેક ઈન હતા.
17. ફેસબુકના માધ્યમથી 80 ટકા યૂઝર્સ વિવિધ બ્રાંડ્સ સાથે જોડાયા.
18. ફેસબુકના 43 ટકા યૂઝર્સ પુરૂષ છે અને 57 ટકા યૂઝર્સ મહિલાઓ.
19. એપ્રિલમાં ફેસબુકની કુલ આવકના 12 ટકા ભાગ જિગ્ના ગેમનો હતો
20. બીટૂસી કંપનીઓને 77 ટકા અને બીટૂબી કંપનીઓને 43 ટકા ગ્રાહક ફેસબુકથી મળ્યા હતા.


(સૌજન્ય : એક્સચેંજ 4 મીડિયા ડોટ કોમ)

Share this Story:

Follow Webdunia gujarati