Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેડ ઈન સ્વિસની આ ઘડિયાળ છે માત્ર અઢી કરોડની !

દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ

મેડ ઈન સ્વિસની આ ઘડિયાળ છે માત્ર અઢી કરોડની !
P.R

દુનિયાભરમાં નામના ધરાવતી મેડ ઈન સ્વિસ ઘડિયાળોની લોકચાહનારૂપી યશકલગીમાં આજે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ લોંચ થતાં વધુ એક છોગું ઉમેરાયું હતું. હ્યુબોલ્ટ નામની સ્વિસ વોચમેકર કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઘડિયાળની કિંમત પાંચ મિલિયન અમેરિકન ડોલર છે જેમાં 140 કેરેટ હીરા વ્હાઈટ ગોલ્ડમાં જડવામાં આવ્યા હતા.

આ હીરા દ્વારા ઘડિયાળનું આખું ડાયલ કવર કરી લેવાયું છે અને તેના બેન્ડમાં પણ હીરા જડવામાં આવ્યા છે. આ ઘડિયાળમાં ઝડવામાં આવેલા 1292 હીરામાંના છ હીરા તો ત્રણ કેરેટથી પણ વધુ વજન ધરાવે છે.

આ ઘડિયાળ કઈ રીતે બની તેની માહિતી પણ રસપ્રદ છે. ફ્રેંચ ફેશન જાયન્ટ એલવીએમએચની માલિકીની કંપની હ્યુબોલ્ટના જણાવ્યા અનુસાર આ ઘડિયાળ ડિઝાઈન તેમજ તૈયાર કરવામાં 17 વ્યક્તિઓને 14 મહિનાનો સમય લાગ્યો હતો.

હ્યુબોલ્ટની ઘડિયાળો સામાન્યરીતે 24000 અમેરિકન ડોલરની સરેરાશ કિંમત ધરાવતી હોય છે. કંપનીએ તૈયાર કરેલી દુનિયાની આ સૌથી મોંઘી ઘડિયાળને આજથી અહીં શરૂ થનારા બેસલવર્લ્ડ વોચ એન્ડ જ્વેલરી શોમાં જાહેરમાં મુકવામાં આવશે.

કંપનીના પ્રેસેડેન્ટ જીન-ક્લાઉડ બિવરના જણાવ્યા અનુસાર ઘડિયાળની સપાટી સિમિત હોવાથી આ પ્રકારની ઘડિયાળો તૈયાર કરવી ઘણી અઘરી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati