Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનોખુ તથ્ય : આ સિક્કાનો ઈતિહાસ જાણીને ચોંકી જોશો

અનોખુ તથ્ય : આ સિક્કાનો ઈતિહાસ જાણીને ચોંકી જોશો
P.R
દુનિયામાં હજુ એવી અનેક વાતો છે જેના વિશે આપણે સૌ અજાણ છીએ, પણ માનવનું મગજ એટલુ ઝડપી બન્યુ છે કે નાનકડી વસ્તુ પરથી 2000 વર્ષ જૂનો ઈતિહાસ પણ શોધી કાઢે છે. બ્રિટનની થેમ્સ નદીના કિનારે વહી આવેલા રોમન સમયના સિક્કાને 2000 વર્ષ જુનો માનવામાં આવે છે જેનો ઉપયોગ એ સમયના વેશ્યાલયોમાં ટોકન તરીકે થતો હોવાની ધારણા છે.

તાંબાનો બનેલો આ સિક્કો બ્રિટનમાં હાલના દસ પેન્સના સિક્કા કરતા ઘણો નાનો છે અને તેમાં પુરૂષ-સ્ત્રી સેક્સ ક્રિયાની અવસ્થામાં દર્શાવાયા છે.

ઈતિહાસકારો મુજબ આ સિક્કો 2000 વર્ષ પહેલા રોમન સમયમાં ચાલતા વેશ્યાલયોનો ઈતિહાસ દર્શાવતો પ્રથમ પુરાવો છે. આ સિક્કાની પાછળ રોમનમાં XIIII (આંકડામાં 14) લખેલા છે જેનો અર્થ ઈતિહાસકારોના મતે આ સિક્કાને ખરીદવા 14 રોમન કોઈન અપાયા હશે તેવો થતો હોવો જોઈએ.

આ સિક્કાની કિંમત તત્કાલિન સમયમાં એટલે કે ઈ.સ.ની શરૂઆતમાં એક દિવસના પગાર અથવા છ બ્રેડ જેટલી થતી હતી. વળી, આ સિક્કો અનેક વેશ્યાલયોમાં વટાવી શકાતો હતો અને તેના બદલામાં સિક્કા પર દર્શાવાયેલી ક્રિયા માણી શકાતી હતી.

આ સિક્કો રેજિસ કર્સન (ઉં.37) નામના સંશોધકને લંડનમાં થેમ્સ નદી પર આવેલા પુટની બ્રિજ નીચે મેટલ ડિટેક્ટર વડે સંશોધન દરમિયાન મળ્યો હતો

Share this Story:

Follow Webdunia gujarati