Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mauni Amavasya 2024- મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે.

mauni amavasya
, ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:40 IST)
Mauni Amavasya  2024 - હિંદુ ધર્મમાં માગશર મહીનામાં કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન -પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ છે આ વર્ષે મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે. 
 
મૌની અમાવસ્યા તિથિ
આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ આવી રહી છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:02 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ સવારે 4:28 વાગ્યે સમાપ્ત થશે.
 
મૌની અમાવસ્યાનો શુભ સમય
આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 8.02 થી 11.15 સુધીનો છે.
 
મૌની અમાવસ્યાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓ અમૃતમાં ફેરવાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ઘાયુનું વરદાન મળે છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે