Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

77th Independence Day - ભારતનો સ્વતંત્રતા સંગ્રામ

bharat andolan
, રવિવાર, 13 ઑગસ્ટ 2023 (10:05 IST)
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પર નિબંધ / ભારતનો સ્વતંત્રતા સંગ્રામ
પ્રસ્તાવના 
આપણા દેશ ભારતના ઈતિહાસમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામ એક ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે.  આ એ જ યુદ્ધ છે જેણે અંગ્રેજોની ગુલામીમાં અટવાયેલા આપણા ભારત દેશને આઝાદી અપાવી હતી. અસંખ્ય આઝાદીના આ મહાન સંગ્રામમાં દેશભક્તોએ ફાળો આપ્યો હતો.
 
અંગ્રેજોના આગમન 
ભારતમાં અંગ્રેજ સન 1600માં વેપાર કરવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા. તેણે ઈસ્ટ ઈંડિયા કંપનીના નામથી અહી રેશમ, કપાસ, ચાનો ધંધો શરૂ કર્યો અને ધીમે-ધીમે ભારતને લૂંટવુ શઊ કર્યો. ફૂટ ડાલો અને રાજ કરો 
 
ની નીતિથી તેણે ભારતીયોને તેમનો ગુલામ બનાવી લીધો. 
 
અંગ્રેજોની અરાજકતાથી પરેશાન થઈ દેશવાસીઓએ એકજુટ થઈને રાષ્ટ્રીયતાની ભાવનાને જાગૃતા કર્યા અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવાનો નક્કી કર્યો. દેશવાસીઓ દ્વારા જુદા-જુદા રીતે રાષ્ટ્ર્ને સ્વતંત્ર કરાવવાની કોશિશ થવાનું શરૂ કર્યું. આ પ્રયાસોને સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને બે ભાગમાં વહેંચી શકાય. 
 
પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 
 
સૌપ્રથમ અંગ્રેજોના વિરૂદ્ધા મંગલ પાંડે આંદોલન શરૂ કર્યું. તે બંગાળના બેરકપુરમાં એક ભારતીય સૈનિક તૈનાત હતા. તેણે ગાયના છાણ અને ડુક્કરની ચરબીથી બનેલા કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો 
 
હતો અને બે બ્રિટિશ અધિકારીઓની હત્યા કરીને બળવો શરૂ કર્યો, બાદમાં તેઓને ફાંસી આપવામાં આવી હતી. 
 
પણ તેણે વિદ્રોહની આગા દેશવાસીઓના દિલોમાં પૂર્ણયતા સળગાવી દીધી હતી. આ પછી તરત જ મેરઠના સૈનિકો પણ ભારે સંખ્યામાં વિદ્રોહા કર્યો. આ વિદ્રોહમાં સૈનિકોને દેશની બધા મોટા  રજવાડાઓનો ટેકો મળ્યો. ઝાંસીની રાણી પણ આ વિદ્રોહના દરમિયાન લડતા લડતા શહીદ થયા. આ વિદ્રોહને બ્રિટિશ સરકારે એક વર્ષમાં જ ખતમ કરી નાખ્યો.
 
દ્વિતીય સ્વતંત્રતા સંગ્રામ 
1857ના વિદ્રોહની અસફળતા પછી પણ બ્રિટિશ શાસનનો પાયો હચમચી ગયો હતો. દેશભરમાં વિદ્રોહની બળવો ભડકી રહ્યો હતો. કેટલાક ગરમ દળના સમર્થકા અહતા તો કેટલાક નરમ દળને માનતા હતા. પરંતુ બન્ને જ દળોના ઉદ્દેશ્ય માત્ર એક હતો અને તે હતો અંગ્રેજોના દેશથી હકાલપટ્ટી અને સ્વતંત્રતાની પ્રાપ્તિ

ગરમ દળના નેતાઓમાં બાળ ગંગાધર તિલક અગ્રણી હતા અને સ્વરાજ, સ્વદેશી અને અંગ્રેજી વસ્તુઓનો બહિષ્કાર જેવા શબ્દો સૌપ્રથમ તેમના દ્વારા કરાયા હતા.વિપિન વિપિન ચંદ્રપાલ અને લાલા લજપત રાય પણ ગરમ દળના નેતા હતા.
 
1915 માં ભારત પરત ફરેલા ગાંધીજીએ સૌપ્રથમ 1917-1918 દરમિયાન ચંપારણ ચળવળ દરમિયાન બ્રિટિશરો દ્વારા નીલ ઉત્પાદકો પર આચરવામાં આવતા અત્યાચારોને અટકાવ્યા હતા. આ પછી ગાંધીજી  અસહકાર ચળવળ થકી ફરી એકવાર આઝાદીનો પ્રકાશ પ્રગટ્યો
 
1920 માં આ ચળવળ દ્વારા ગાંધીજીએ સ્વરાજની માંગણી કરી. ક્રાંતિકારી ચળવળનો બીજો તબક્કો 1924 થી 1934 વચ્ચેનો માનવામાં આવે છે. ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિકારીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં નવા અધ્યાય ઉમેર્યા, પ્રથમ કાકોરી ઘટના અને પછી લાહોરમાં સોન્ડર્સની હત્યા. 
 
1930 માં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ અને દાંડી કૂચની શરૂઆત કરી હતી. 24 દિવસની મુસાફરી પછી, ગાંધીજીએ દરિયા કિનારે જઈને ગેરકાયદેસર મીઠું બનાવ્યું અને આ રીતે સવિનય અસહકાર ચળવળ શરૂ  કર્યું. 
 
1931 માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી, આઝાદીની લડાઈમાં બીજું નામ હતું  સુભાષ ચંદ્ર બોઝ, જેણે સ્વતંત્રતા માટે સીધી લડાઈ ને પસંદ કરવું વધુ સારું સમજ્યો. તે સિવિલ સર્વિસેસના અભ્યાસા માટે ઈંગ્લેંડ ગયા હતા પરંતુ જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે સાંભળીને તેઓ ભારત પાછા ફર્યા અને સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી ગયા.
 
વર્ષ 1942 માં  ગાંધીજીએ ભારત છોડો ચળવળ શરૂ કરી હતી. ગાંધીજી અને તેમના સમર્થકોને જેલમાં જવું પડ્યું. બે વર્ષ બાદ જેલમાંથી છૂટ્યા બાદ તેમણે આ આંદોલન પાછું ખેંચ્યું હતું.
 
ભારતીયોના જુસ્સા અને વિદ્રોહને જોતા આખરે બ્રિટિશોએ ભારત છોડવાવાનો નિર્ણય લીધો. સખ્ત સંઘર્ષો પછી સ્વતંત્રતા લડવૈયાઓ અને ક્રાંતિકારીઓના બલિદાન રંગ લાવ્યા. અને 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું. પણ આપણને આ સ્વતંત્રતા ભાગલાથી જ મળી.
 
ઉપસંહાર 
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસંખ્ય દેશભક્તોએ યોગદાન આપ્યું હતું. આવી અસંખ્ય ઘટનાઓ બની જેણે સ્વતંત્રતા સંગ્રામને બળ આપ્યું. આજે જ્યારે પણ આપણે ભારતીયો એ શૌર્યગાથાઓ વાંચીએ છીએ વાંચતી વખતે કે સાંભળતી વખતે આપણી આંખો ભીની થઈ જાય છે. 
 
ખરેખર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ કઠિન સંઘર્ષો અને બલિદાનથી ભરેલો છે! ભારતની આઝાદી બહુ મૂલ્યવાન છે! આ સ્વતંત્રતાના મૂલ્યને સમજીને આપણે તેને અને દેશને શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવા  છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

77th Independence day - સ્વતંત્રતા પછીની ભારતની સિદ્ધિઓ