બિટકોઈન તોડકાંડમાં નલિન કોટડિયાને મોટો ભાગ મળ્યો હતો: 66 લાખમાં થયો હતો સોદો

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (12:55 IST)
અબજો રૂપિયાના બિટકોઈન કૌભાંડમાં ઝડપાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ભૂમિકા ભજવવા બદલ 66 લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં બાંધકામની સાથે બિટકોઈનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુઆરીના રોજ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના તત્કાલીન પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી

મિત્રના લગ્નમાં સાક્ષી ધોનીનો ડાંસ વીડિયો થયો વાયરલ... તમે પણ જોશો તો જોતા જ રહેશો

IPL 2018, CSK vs KXIP: આ ખેલાડીને કોઈ ખરીદવા તૈયાર નહોતુ, ધમાકેદાર રમતથી થઈ રહી છે બોલબાલા

જય શ્રી ગણેશ પાનવાળાનું નવું 'લડ્ડુ મીઠા પાન' જે લગભગ બે મહિના સુધીખાઈ શકાય છે

ગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે

Ayurvedic Tips : કબજિયાત દૂર કરવાની આયુર્વેદિક ટિપ્સ

સંબંધિત સમાચાર

ગુરૂવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ - Guruvar Na karsho aa kaam

શ્રાદ્ધ કરવાના 12 નિયમ, શ્રાદ્ધ કરતી વખતે આટલુ ધ્યાન રાખો

આ વિધિથી પ્રગટાવો એક દીવો, Personal અને professional સમસ્યાઓ થશે દૂર

કેમ શ્રાદ્ધપક્ષમાં શુભ અને માંગલિક કાર્ય ન કરવા જોઈએ

આજે આ 3 રાશિઓએ સાવધ રહેવું.20/09/2018

ઝી રિશ્તે વાર્ષિક એવોર્ડના નોમિનેશનની સેરેમની - પ્રિયા-સન્નીનો બોલ્ડ ડાંસ

23 સપ્ટેમ્બર ગણેશ વિસર્જન - આ શુભ મુહૂર્ત પર ગણપતિ બાપ્પા "અગલે બરસ તુ જલ્દી આ".ની ગૂંજ સાથે લેશે વિદાય ..

જય શ્રી ગણેશ પાનવાળાનું નવું 'લડ્ડુ મીઠા પાન' જે લગભગ બે મહિના સુધીખાઈ શકાય છે

૧૧ વનરાજોના મોત, ગુજરાતના ગૌરવની ખાલી વાતોઃ ચાર વર્ષથી કાયમી RFO નથી

કેટલાક ધર્મગુરૃઓએ મારી પાસે સેક્સની માગણી કરી હતી'-ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

આગળનો લેખ