જિયોફોન હવે ભારતમાં સૌથી વધુ વેચાતો ફોન બન્યો

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (16:14 IST)
મુંબઈ સપ્ટેમ્બર 11, 2018: જિયોએ બે વર્ષ પહેલાં દરેક ભારતીયને ડેટાથી સુસજ્જ બનાવ્યા હતા જેથી તેઓ ડેટાના પાવરથી સુંદર ચીજો કરી શકે. બે વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં જિયોએ 21.5 કરોડ કરતાં વધારે ગ્રાહકો મેળવીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે.  
 
સર્વ વિદિત છે કે 4જી સ્માર્ટફોનના વપરાશકર્તાઓ જિયો અપનાવી રહ્યા હતા અને વિશ્વમાં કોઇપણ જગ્યા કરતાં સૌથી નીચી કિંમતે વિશ્વસ્તરીય સેવાઓનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે ભારતમાં મોબાઇલ વપરાશકર્તાઓમાં લગભગ બે તૃતિયાંશ જેટલો હિસ્સો ધરાવતા ફિચર ફોનના વપરાશકર્તાઓ તેમાંથી બાકાત હતા.
 
ટેલિકોમ સેવાઓ પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ બનવા છતાં લગભગ 50 કરોડ જેટલા ફિચરફોન ધારકો માટે શરૂઆતના સ્તરના 4જી સ્માર્ટફોન પણ પોસાય તેવી કિંમતે ઉપલબ્ધ ન હતા. આ પરિસ્થિતિમાંથી જિયોફોનનો ઉદભવ થયો, જે ઓગષ્ટ 2017માં રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા બજારમાં રજૂ કરવામાં આવ્યો.
 
જિયો ફોનના વચનો:
 
1.   પોષણક્ષમ કિંમતે ફોન – મોનસૂન હંગામા ઓફર હેઠળ જિયોફોનની પ્રારંભિક પ્રભાવી કિંમત રૂ.501 જેટલી નીચી આવી ગઈ. આનાથી 100 ટકા ફોનધારકો માટે તે પોષણક્ષમ બની ગયો.
 
2.  સૌથી પોષણક્ષમ કિંમતે વિશ્વસ્તરીય સેવાઓ – જિયોફોન ગ્રાહકો માટે આકર્ષક ટેરીફ સાથે જિયો વિશ્વસ્તરીય ડેટા અને વાસ્તવિક રીતે એચ.ડી. વોઇસ કોલિંગ સુવિધા વિશ્વમાં કોઇપણ જગ્યાએ ઉપલબ્ધ સેવાઓ કરતાં નીચી કિંમતે ઉપલબ્ધ બનાવે છે.
 
3.  સર્વશ્રેષ્ઠ એપ્લીકેશન્સ – જિયોફોનના ગ્રાહકોને જિયોટીવી, જિયોસિનેમા, જિયોમ્યુઝિક, જિયોચેટ, ગૂગલ મેપ્સ અને ફેસબુક જેવા પ્રિમિયમ એપ્લીકેશનનો ઉપયોગ કરવા મળી રહ્યો છે.
 
4.  ડિજીટલ આઝાદી – દરેક ઊંચી કિંમતના 4જી સ્માર્ટફોન વપરાશકર્તાની જેમ જિયોફોનના વપરાશકર્તાઓ પણ મનોરંજન, શિક્ષણ, માહિતી અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો ઉપયોગ પોતાની મરજી અનુસાર કરી શકે છે.  
રિલાયન્સ ઇન્ફોકૉમ લિમિટેડના ડાયરેક્ટર શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “નહીં જોડાયેલા લોકોને જોડવાની ઝુંબેશ દરમિયાન આ હેતુને વધારે મજબૂત બનાવવા માટે ઘણાં ભાગીદારો સામે આવ્યા. પ્રારંભથી જ અમને સહયોગ આપનાર આવા જ એક પાર્ટનર છે ફેસબુક અને તેની ઇકોસિસ્ટમ. આ ભાગીદારીનું પરિણામ આજે વિશ્વને જોવા મળી રહ્યું છે. અમે આજથી વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ચેટ એપ્લીકેશન વોટ્સએપ જિયોફોનના તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ. આ માટે જિયો ફેસબુક અને વોટ્સએપની ટીમનો આભાર માને છે.”
 
સફળ પરિક્ષણો પૂર્ણ થયા બાદ સમગ્ર ભારતમાં પ્રથમ વખત જિયોફોનના ગ્રાહકો માટે વોટ્સએપ ઉપલબ્ધ  બની રહ્યું છે. જિયોફોન માટે વોટ્સએપે તેના ખાનગી સંદેશા એપની નવી આવૃત્તિ તૈયાર કરી જે જિયો-કાઇઓએસ પર ચાલે છે જેનાથી લોકોને તેમના મિત્રો અને પરિવારજનો સાથે સંવાદ કરવાનો સરળ, ભરોસાપાત્ર અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ બને.
 
આ નવી એપથી વોટ્સએપની શ્રેષ્ઠતમ સેવાઓ ઉપલબ્ધ બનશે જેમાં એન્ડ-ટુ-એન્ટ એન્ક્રિપ્શન સાથે ભરોસાપાત્ર રીતે સંદેશાઓ અને ફોટો તથા વિડિયો મોકલી શકાશે. આનાથી માત્ર થોડી જ ચાંપો દબાવીને અવાજ રેકોર્ડ કરીને વોઇસ મેસેજ પણ મોકલી શકાશે. પ્રારંભમાં જિયોફોનના ગ્રાહકોને તેમનો ફોનનંબરની ચકાસણી કરાવી લેવાની રહેશે અને ત્યારબાદ તેઓ એકબીજા સાથે અથવા તો સમૂહમાં વોટ્સએપના વપરાશકર્તાઓ સાથે વાતચીત કરી શકશે.
 
“ભારતમાં લાખો લોકો હવે તેમના પોતાની શ્રેણીમાં સર્વોત્તમ જિયોફોન પર હવે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે,” એમ વોટ્સએપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ક્રિસ ડેનિયલે જણાવ્યું હતું. “કાઇઓએસ માટે નવું એપ તૈયાર કરવાથી અને જિયોફોનના વપરાશકર્તાઓ માટે મેસેજ કરવાનો અનુભવ શક્ય બનાવવાથી અમને આશા છે કે ભારત અને સમગ્ર વિશ્વમાં કોઇપણ વ્યક્તિ સાથે સંવાદ કરવાની લોકોની ક્ષમતામાં વધારો થશે.”

OMG - કોબીજમાં હતો સાંપ.. ભૂલથી શાક બનાવીને ખાઈ ગઈ મા-દિકરી !!

કેમ લાગે છે કારમાં આગ ? શું કરશો , જો ધૂ-ધૂ કરીને સળગે ગાડી

પાણીને કારણે મેચનો વિરોધ

બાળ વાર્તા - કોણ ભિખારી ?

સાડી પહેરવાની સ્ટાઈલ

સંબંધિત સમાચાર

પિત્તળના વાસણ ઘરમાં લાવે છે સુખ અને સમૃદ્ધિ

તુલસીનો એક ઉપાય તમારી દરેક ઈચ્છા પૂરી કરશે - Tulsi Totka

આજે આ રાશિઓનો માન વધશે - જાણો શુભ સંયોગ લાવ્યા છે આજનો રાશિફળ 20/10/2018

ભગવાન વિષ્ણુના ચાર મહીના સુધી સૂતા- જાગતાંનો રહસ્ય

અક્ષય નવમી - કરો આમાંથી કોઈ એક ઉપાય.. લક્ષ્મી થશે મહેરબાન

ખૂબ સહેલુ છે Passport બનાવવુ... જાણો કેવી રીતે ?

હાર્દિક મારી આસપાસ રહેશે તો તેને નુકસાન થાય તેમ છે - શંકરસિંહ વાઘેલા

ટચસ્ક્રીનને આ રીતે ચમકાવો, જૂનો મોબાઈલ પણ થઈ જશે નવો

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત, હાર્દિકના મતે પાટીદારો અનામત લઈને જ ઝંપશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સહેલાણીઓ માટે ખાસ એરપોર્ટની સુવિધા, જાણો ક્યાં બનશે એરપોર્ટ

આગળનો લેખ